કેન્દ્ર સરકારે ઉદ્યોગોને અપાતા ઓક્સિજન પર પ્રતિબંધ મૂક્યો
સરકારે કોવિડના દર્દીઓને ઑક્સિજનનો પુરવઠો સરળતાથી મળી રહે, તે માટે ઉદ્યોગોને અપાતા ઑક્સિજન ઉપર પ્રતિબંધ મૂક્યો છે.આ નિર્ણય 22મી એપ્રિલથી, હવે પછી જાહેરાત થાય ત્યાં સુધી લાગુ રહેશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગે લાગતાવળગતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે.ઉદ્યોગો ઉપર ઑક્સિજનના વપરાશ ઉપર મૂકાયેલા કામ ચલાઉ પ્રતિબંધથી તબીબી સારવાર માટે ઑક્સિજનન વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થશે.જો કે ઉદ્યોગો ઉપર ઑક્સિજનના ઉપયોગ માટે લાગુ કરાયેલા પ્રતિબંધ પરમાણુ ઉર્જા, દવા ઉદ્યોગ, પેટ્રોલિયમ રીફાઈનરી સહિત 9 ઉદ્યોગોને લાગુ થશે નહીં.
Please follow and like us:
CATEGORIES Porbandar