પોરબંદર સમસ્ત ફકીર જમાત દ્વારા જશ્ને ખત્મે કુરઆન તથા નાઅતીયા કોમ્પિટિશન યોજાયું

પોરબંદર સમસ્ત ફકીર જમાત દ્વારા જશ્ને ખત્મે કુરઆન તથા નાઅતીયા કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું.રાવડા બરકાતી હોલ, પોરબંદર ખાતે હઝરત મોલાના સૈયદ ગુલામ મુહમ્મ્દ સાહબ ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. તેમજ હઝરત મોલાના મુહમ્મ્દ યુસુફ સાહબ દુફાની એ તકરીર ફરમાવી હતી. હઝરત મોલાના હાજી અબ્દુલ્લાહ સાહબ નુરી ની હિમાયત માં યોજાયેલ આ કાર્યક્રમ માં સય્યદ ભીખુ બાપુ,હઝરત હાફિઝ અખ્તર રઝા સાહબ નઝમી, હાફિઝ સાદ સાહબ,બુલ બુલે બાગે મદીના જબાબ મુસા ભાઈ દલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ નું એનાઉન્સર જનાબ હસનૈન રઝા બરકાતી એ કર્યું હતું. નાતીઆ કોમ્પિટિશનમા ભાગ લેનાર 11 છોકરાઓ ને શિલ્ડ 1 2 3 વિનર ને શિલ્ડ તેમજ ઇનામ થી નવાજવામાં આવેલ, આલીમો ને ટ્રાવેલ બેગ, મોમેન્ટો તેમજ સાલ થી સન્માન કરેલ.કુરાન ખ્વાની માટે આવતા 120 છોકરાઓ ને ટ્રાવેલ બેગ આપવામાં આવેલ. તેમજ એક સખી દાતા તરફથી તમામ ને રોકડ કવર આપવામાં આવ્યું. નાત કોમપિટિશન મા જજીસ તરીકે રહેલ જનાબ નજીબ બરકાતી , જનાબ હસનેન બરકાતી ને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.તેવી યાદી સમસ્ત ફકીર જમાત ના પ્રમુખ ત્થા મેનેજીંગ બોર્ડ એ આપી હતી .

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!