રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 10 હજાર 340 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 10 હજાર 340 કેસ નોંધાયા

રાજ્યમાં પ્રથવાર કોવિડના નવા કેસોનો આંક 10 હજારને પાર થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 10 હજાર 340 કેસ નોંધાયા છે. આ સાથે કોવિડના કુલ કેસોની સંખ્યા 4 લાખ 4 હજાર 569 થઈ છે. રાજ્યમાં ગઈકાલે 3 હજાર 981 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ કોવિડને મ્હાત આપનારની સંખ્યા 3 લાખ 37 હજાર 545 થઈ છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.43 ટકા થયો છે.રાજયમાં અત્યારે કોવિડના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 61 હજાર 647 છે. જેમાંથી 61 હજાર 318 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. જ્યારે 329 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડને લીધે 110 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 5 હજાર 377 થયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 88 લાખ 80 હજાર 954 વ્યક્તિઓને કોવિડ રસીનો પ્રથમ ડોઝ અને 14 લાખ 07 હજાર 58 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!