મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મ દિવસ રામનવમી પર્વની દેશભરમાં ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી
ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામની જન્મજયંતી રામનવમી દેશભરમાં ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશના નાગરિકોને રામનવમી પર્વની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પોતાના સંદેશામાં કહ્યું છે કે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મદિવસ રામનવમી ન્યાય અને માનવીય ગરીમા માટે સતત પ્રયત્નો કરવાના આપણા સંકલ્પને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આદર્શોથી પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી રામે આપણને ધર્મ અનુસાર જીવવાનું શીખવાડ્યું છે. તેમનું સંપૂર્ણ જીવન તેમની સત્યનિષ્ઠા, સંયમ, સદાચારની વાતો આપણને હંમેશાં પ્રેરણા આપશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પોતાના સંદેશાંમાં કહ્યું કે, રામનવમીનું પર્વ આપણને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના આદર્શ જીવનનું સ્મરણ કરાવે છે. તથા તેમના દ્વારા બનાવાયેલા પથ પર ચાલવાની પ્રેરણા ચીંધે છે. આ પર્વ આપણાને પરિવાર, સમાજ અને દેશ પ્રત્યેના આપણા કર્તવ્ય અને જવાબદારીઓને યાદ કરાવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે કરેલા સંબોધનમાં કહ્યું કે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવનનું અનુકરણ કરી આપણે કોવિડના રોગચાળા માટેની તમામ મર્યાદાઓનું પાલન કરવું જોઈએ.