હાલમાં દેશના 146 જિલ્લાઓ ભયજનક રીતે સંક્રમિત છે :-કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે હાલમાં દેશના 146 જિલ્લાઓ ભયજનક રીતે સંક્રમિત છે, અને ત્યાં કોવિડ પોઝિટિવિટીનો દર 15 ટકાથી વધુ છે, જે એક મોટી ચિંતાનું કારણ છે. સરકાર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે આ જિલ્લાઓમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ, રાજેશ ભૂષણે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. કોવિડથી મૃત્યુ દર ઘટી રહ્યો છે અને કેસની જાનહાનિનો દર હાલમાં 1.17 ટકા છે.તેમણે કહ્યું, પાંચ રાજ્યોમાં સક્રિય કેસ એક લાખથી વધુ છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને કેરળમાં વધુ કેસ છે. શ્રી ભૂષણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દર્દીઓ માટે પથારી, ઓક્સિજન અને દવાઓ સહિતની આરોગ્ય સુવિધાઓને વધારવા માટે સાથે મળીને કામ કરી રહી છે.
Please follow and like us:
CATEGORIES Porbandar