પોરબંદર જિલ્લામા તૈાકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા તંત્ર એલર્ટ: બે હજાર લોકોનું સ્થળાંતર

દરિયાકાઠાના ૪૦ ગામોને એલર્ટ કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા ૬૦ શેલ્ટર હોમ શરૂ કરાયા
NDRF તથા SDRF ની ૪ ટીમો લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત
કોવિડ હોસ્પિટલોમા વીજ પુરવઠો ન ખોરવાય તે માટે કરાઇ વ્યવસ્થા

પોરબંદર તા.૧૬, પોરબંદર જિલ્લામા તૈાકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રએ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવીને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્લા પ્રભારી સચિવ દિનેશ પટેલ તથા જિલ્લા કલેકટર અશોક શર્માના સંકલનમા વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા જિલ્લા તંત્ર સજ્જ થયુ છે.
પોરબંદર જિલ્લો દરિયાઇ વિસ્તાર ધરાવતો હોવાથી વાવાઝોડાનુ જોખમ વધુ રહેતુ હોય છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રિ નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ રાજ્યકક્ષાએથી આવતી માર્ગદર્શિકા પ્રમાણે જિલ્લા તંત્ર દ્રારા રાહત કામગીરી શરૂ કરવામા આવી છે. દરિયાઇ વિસ્તારમા આવેલા જિલ્લાના ૪૦ ગામોને એલર્ટ કરવામા આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાથી શેલ્ટર હોમ ખાતે લોકોનુ સ્થળાંતર શરૂ કરવામા આવ્યુ છે. ગ્રામિણ વિસ્તારોમા ૬૦ તથા પોરબંદર શહેરમા ૨૦ શેલ્ટર હોમ તત્કાલિક શરૂ કરાયા છે. માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત બોલાવવામા આવી છે. NDRF તથા SDRF ની ૪ ટીમો લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત કરાઇ છે. પાવર રીસ્ટોર માટે પીજીવીસીએલ તથા જેટકોની ૩૮ ટીમો કાર્યરત છે. દરિયાઇ વિસ્તારના ૪૦ ગામોમા આવેલા સસ્તા અનાજની દુકાનોમા જિલ્લા પુરવઠા તંત્ર દ્રારા અનાજનો જથ્થો ભરવામા આવ્યો છે. વાવાઝોડાની અસર વીજ પુરવઠા પડતી હોય છે. પણ સરકાર દ્રારા સંવેદનશીલતા દાખવીને કોવિડ હોસ્પિટલોમા તથા ઓક્સીજન સપ્લાયમા વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટરની વ્યવ્સથા કરવામા આવી છે.
વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા જિલ્લા તંત્રને રાજ્ય સરકારનુ સતત માર્ગદર્શન મળી રહ્યુ છે. પોરબંદર જિલ્લામા વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા જિલ્લા તંત્ર દ્રારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!