મુખ્ય પ્રધાનની અસલી સ્પીચ ના વિડીઓ માં ચેડા કરી અશોભનીય વિડિઓ બનાવી સોશિયલ મીડિયા માં શેર કરવા બદલ ગૉરસર ગામના યુવાનની ધરપકડ

માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી પોલીસે યુવાન ને પકડી પાડ્યો

મુખ્ય પ્રધાન પદ ની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવા ના ઇરાદે બનાવ્યો હતો વિડિઓ

સોશિયલ મીડિયા મા મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની પીચ ના વીડીયા માં ફેરફાર કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ના ઇરાદાથી બનાવટી ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ બનાવી વિડિયો મૂકનાર ની માધવપુર પોલીસે ધરપકડ કરી છે

મુખ્યપ્રધાનની સ્પીચ ના અમુક અંશો નો ઉપયોગ કરી ગોરસર ના યુવકે યુટ્યુબ પર વિડિઓ મુક્યો હતો

પોરબંદરના ગોરસર ગામે રહેતા વિવેક હરદાસભાઇ પરમાર નામના યુવાને મુખ્યપ્રધાન રૂપાણી ની સિરીયલ સ્પીચના અમુક અંશો સાથે ફેરફાર કરી તેમના પદ પ્રતિષ્ઠાને નુકસાન અને હાની પહોંચાડવાના ઈરાદાથી બનાવટી ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો બનાવી સોશિયલ મીડિયા પર ના ફેસબુક અને youtube ચેનલ માં મૂકી દેતા મુખ્ય પ્રધાન ની પદ પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડે તેવું કૃત્ય કરતા . પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ ફ્રોડ અટકાવવા અને શોધી કાઢવા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિર્દેશક મનીન્દર પ્રતાપસિંહ પવાર અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની ની સૂચના થી માધવપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.

આ કામગીરીમાં એલસીબી પીએસઆઇ એન એમ ગઢવી તથા માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ સી ધાંધલીયા તથા એ.એસ.આઈ એ એસ અગ્રાવત તથા લોકરક્ષક નાગાજણભાઇ રાજાભાઈ તથા ચંદ્રજીતસિંહ અરશીભાઈ તથા સંજયભાઈ લખમણભાઇ દ્વારા કામગીરી કરવામાં આવી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!