વાવાઝોડું યાસ ઝારખંડમાં પ્રવેશ્યા પછી વાયવ્ય દિશા તરફ આગળ વધી રહ્યું છે
. |
વાવાઝોડું યાસ ઝારખંડમાં પ્રવેશ્યા પછી વાયવ્ય દિશા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત હાલમાં તામર નજીક રાંચી-ખુન્તી જિલ્લાની સરહદ પરથી પસાર થઈ રહ્યું છે. ઝારખંડમાં પ્રવેશ્યા પછી વાવાઝોડું નબળું પડી ગયું અને રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદની સાથે કલાકના 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ખારકાઈ નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું છે, જ્યારે પૂર્વ સિંગભૂમ જિલ્લામાં સ્વર્ણરેખા નદીનું પાણીનું સ્તર પણ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને શાસ્ત્રી નગર, ભુયાનિધ, કેરી અને બગબેદામાં રહેતા લોકોને જમશેદપુરમાં રહેવા અને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. ઝારખંડમાં હજી સુધી કોઈ જાનહાનિની જાણ થઈ નથી, જ્યારે સરાઇકલા ખારસાવાન, પૂર્વ સિંહભૂમઅને પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં 11 હજારથી વધુ લોકોને સલામત સ્થળો અને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડું યાસ ગઈકાલે મોડી રાત્રે ઝારખંડમાં ત્રાટક્યું હતું. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ, સ્થાનિક જિલ્લા વહીવટ અને એનડીઆરએફની ટીમો કોઈપણ પ્રકારની દુર્ઘટનાને પહોંચી વળવા ખડેપગે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વાવાઝોડા સાથે ભારેથી ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે.