છાંયા મહેર સમાજ ખાતે જ્ઞાતિના ભવન નવનિર્માણના દાતાશ્રીઓનો સત્કાર સમારોહ સંપન્ન
છાંયા મહેર સમાજના નવનિર્માણ અર્થે અનુદાન આપનાર દાતાઓને સન્માનિત કરવા ‘‘રાજીપો સત્કાર સમારંભ’’નું તા.૧૮-૦૪-ર૦ર૪ના રોજ રોયલ આર્કેડ સોસાયટી ખાતે મુરબ્બી ભરતભાઇ માલદેવજીભાઇ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને શ્રી છાંયા મહેર સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.
મહેર સમાજની શૈક્ષણિક અને સામાજિક સહિતના સારા માઠાં પ્રસંગના કેન્દ્ર સ્થાને રહેલા સમાજના ભવનના નવનિર્માણ અર્થે મુળ વિસાવાડા અને હાલ યુગાન્ડા ખાતે વસવાટ કરતા રણમલભાઇ કેશવાલા તથા શ્રીમતિ શિ૯પાબેન કેશવાલા પરિવાર તરફથી તેમના પિતા સ્વ. વિરમભાઇ કેશવાલા તથા માતૃશ્રી સ્વ.હિરીબેન કેશવાલાના સ્મરણાર્થે રૂા.પ૧,૦૦,૦૦૦/-(એકાવન લાખ રૂપિયા પૂરા)નું અનુદાન છાંયા મહેર સમાજને અપર્ણ કરેલ આ અનુદાનનો રાજીપો વ્યકત કરવા તેમજ સાથી દાતાશ્રીઓને સન્માનિત કરવાના આ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સત્કાર સમારંભમાં દાતાઓ તેમજ જ્ઞાતિ આગેવાનો અને વડીલોશ્રીઓનું કંકુ ચોખા સાથે ઢોલ અને શરણાઇના નાદ તેમજ પુષ્પહારથી શ્રી છાંયા મહેર સમાજ તેમજ રોયલ આકેર્ડ સોસાયટીના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.
છાંયા મહેર સમાજના નવનિર્માણના દાતાશ્રીઓ તેમજ જ્ઞાતિ આગેવાનો અને વડિલશ્રીઓની ઉપસ્પિતિમાં પુજય માલદેવ બાપુની સુક્ષમ હાજરીમાં દિપ પ્રજવલીત કરી સત્કાર સમારંભને ખુ૯લો મુકેલ.
આ તકે છાંયા મહેર સમાજના ટ્રસ્ટી તેમજ રોયલ આર્કેડ સોસાયટીના પ્રમુખ મસરીજીભાઇ ઓડેદરા દ્વારા હાજર અતિથિ વિશેષ દાતાશ્રીઓ તેમજ જ્ઞાતિના આગેવાનોને આવકાર્યા હતા. તેમજ છાંયા મહેર સમાજના ટ્રસ્ટી અને મહેર રાસ મંડળ છાંયાના પ્રમુખશ્રી રાણાભાઇ સીડા દ્વારા છાંયા મહેર સમાજના વિકાસની તેમજ હાલમાં ચાલતા નવનિર્માણની રૂપરેખા સૌને આપી હતી.
આજના આ ‘‘રાજીપો સત્કાર સમારોહ’’માં છાંયા મહેર સમાજ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત મહેર જ્ઞાતિની આગવી પરંપરા સાથે મહેર સમાજનું ગૌરવ એવી પાધડી પહેરાવી સૌનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવેલ હતું તેમજ છાંયા મહેર સમાજના સૈા કાર્યકર્તા ભાઇઓએ પણ છાંયા સમાજના પ્રમુખશ્રી ભીમાભાઇ અરજનભાઇ ઓડેદરાનું પણ પાધડી પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું.
ત્યારબાદ છાંયા મહેર સમાજના સર્વ દાતાશ્રીઓનું સંસ્થાના વડીલો તેમજ કાર્યકર્તા દ્વારા સમાજના ભવનના નવનિર્માણમાં અનુદાન આપનાર તમામ દાતાશ્રીઓનો રાજીપો વ્યકત કરી પુષ્પહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં છાંયા મહેર સમાજના દાતાશ્રીઓને અભિનંદન પાઠવી જ્ઞાતિ ભાવનાએ દરેક સમાજનું ગૌરવ છે. અને તેના નવનિર્માણમાં દરેક જ્ઞાતિજનો તન, મન અને ધનથી જોડાઇ જ્ઞાતિ સેવાનું ઉમદા ઉદાહરણ છાંયા મહેર સમાજમાં પુરૂ પાડેલ છે. વધુમાં જણાવેલ કે દેશવિદેશમાં વસતા આપણા જ્ઞાતિજનો એકબીજાથી નજીક આવે તેમજ જ્ઞાતિ સંગઠન મજબુત બને એવા શુભ આશય સાથે દુબઇ, ઇસ્ટ આફિકા અને કેનેડાનો પ્રવાસ કરેલ તેમાં ઇસ્ટ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન રણમલભાઇ કેશવાલા સાથે મુલાકાત થઇ અને તેઓના સાથ સહકારથી ઇસ્ટ આફ્રિકા કાઉન્સીલની રચના તેમજ યુગાન્ડા સમિટનું સફળ આયોજન શકાય બન્યુ હતું. આજેના આ સત્કાર સમારોહમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપિમ કાઉન્સીલ ઇસ્ટ આફ્રિકાના મુખ્ય પ્રતિનિધી અને છાંયા મહેર સમાજના નવનિર્માણના મુખ્ય દાતા રણમલભાઇ કેશવાલા તથા શ્રીમતિ શિ૯પાબેન કેશવાલા તેમજ સમગ્ર ઇસ્ટ આફ્રિકા ટીમત્રનો આભાર વ્યકત કર્યો હતો.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા દ્વારા પોતાના વકવ્યમાં જણાવેલ કે કોઇ પણ સમાજનો વિકાસમાં શિક્ષણ પાયારૂપ ભુમિકા ભજવે છે. અને શિક્ષણ દ્વારા સર્વાગી વિકાસ સાધી શકાય છે. આપણી આવનારી પેઢીમાં પણ શિક્ષણરૂપી બીજનું વાવેતર કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. તો આજના આ છાંયા મહેર સમાજના નવનિમાર્ણ સત્કાર સમારોહમાં હાજર સૌ જ્ઞાતિજનોને પોતાના બાળકોમાં શિક્ષણનો પાયો મજબુત કરવા તાકીદ કરી હતી.
પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખિરીયા દ્વારા આજના આ પ્રસંગે સૈા દાતાશ્રીઓએ અભિનંદન પાઠવી જણાાવેલ કે કોઇપણ જ્ઞાતિનો વિકાસ એ જ્ઞાતિના સંગઠન પર રહેલો છે. આજે દરેક જ્ઞાતિમાં પરસ્પર એકતા જોવા મળતી નથી તેમજ વ્યસનનું દુસણ જોવા મળી રહયું છે. જ્ઞાતિના સર્વાગી વિકાસ જ્ઞાતિનું સંગઠન અને વ્યસન મુકત સમાજનું નિર્માણ કરવું ખૂબ જ આવશ્યક છે તે આજે છાંયા મહેર સમાજના નવનિમાર્ણ પ્રસંગે આપણે સૈા સંગઠીત અને વ્યસન મુકત બની એક આદર્શ મહેર સમાજની રચના કરીએ.
પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયાએ આજના પ્રસંગે પોતાના વ્યકતવ્યમાં આનંદ વ્યકત કરતા જણાવેલ કે છાંયા મહેર સમાજના નવનિર્માણમાં અનુદાન આપના સૈા દાતાશ્રીઓનો આભાર વ્યકત કરી શુભકામના પાઠવી હતી. તેમજ છાંયા મહેર સમાજના મુખ્યદાતા પરિવાર રણમલભાઈ વિરમભાઇ કેશવાલાને અભિનંદન પાઠવ્યા હતા. સમાજની અનેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓમાં જ્ઞાતિના દાતાશ્રીઓ તરફથી આર્થિક અનુદાન આપી રહયા છે અને તે આવકાર્ય છે. સાથે જ્ઞાતિમાં સાથે જ્ઞાતિમાં રોજગારીનું નિર્માણ કરવું એ પણ એક પ્રકારનું અનુદાન છે જે રણમલભાઇ વિરમભાઇ કેશવાલા પરિવાર દ્વારા આપવામાં આવી રહયું છે તે પણ એક જ્ઞાતિ સેવાનું ઉતમ ઉદાહરણ છે. સાથો સાથ આજે જ્ઞાતિના કાર્યમાં જોડાઇને દરેક સંસ્થા પોતાની કક્ષાએ જ્ઞાતિ સેવાનું પ્રમાણિકપણે શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે અને તેનું આપણે સૈાને ગૈારવ હોવું જોઇએ તેમજ તેઓની કામગીરી બીરદાવી એ આપણા સૈાની નૈતિક ફરજ છે અને જ્ઞાતિના સેવાકીય કાર્યમાં જોડાએલા તમામને શુભકામનાઓ પાઠવી હતી.
છાંયા મહેર સમાજના નવનિમા”ણમાં અનુદાન આપના મુખ્યદાતાશ્રી રણમલભાઇ વિરમભાઇ કેશવાલા દ્વારા છાંયા મહેર સમાજના સર્વે ટ્રસ્ટીશ્રી તેમજ મંચસ્થ આગેવાનો તથા વડીલોનો સહ સ્નેહ આભાર વ્યકત કરી પોતાના વ્યકિતવ્યમાં જણાવેલ કે છાંયા મહેર સમાજના ભાઇઓએ જયારે મારો સંપર્ક કર્યો અને છાંયા મહેર સમાજના નવનિર્માણની વાત રજૂ કરી ત્યારે વતન થી હજારો કિલોમીટર દૂર રહેતા હોય ત્યારે વતન, સમાજ અને પરીવારની ભાવના વધુ પ્રબળ બનતી હોય છે અને મારા પિતા વિરમભાઇ કેશવાલાએ પણ વિસાવાડામાં વર્ષો પહેલા મહેર સમાજના ભવનના નિર્માણમાં તન, મન અને ધનથી જોડાયેલા હતાં તેમની સામાજિક પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી મારા માતા પિતાના સ્મરાણાર્થે છાંયા મહેર સમાજ ભાવનના નવનિર્માણ માટે અનુદાનની જાહેરાત કરી. આમ પેઢી દર પેઢી સમાજના વિકાસમાં આપણે સૈાએ સહયોગ આપવો જોઇએ. અને મને ખાતરી છે કે આવનારા સમયમાં આપણા ભાઇઓ બહેનો આપણી જ્ઞાતિની સંસ્કૃતિ તેમજ ભવ્ય વારસાને પેઢી દર પેઢી સંચન કરશો.
છાંયા મહેર સમાજ દ્વારા આયોજિત રાજીપો-સત્કાર સમારંભમાં ભરતભાઇ માલદેવજીભાઇ ઓડેદરા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખિરીયા, પૂર્વ ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા, સ્વામી પરમાત્માનંદગીરીજી, ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા,હરભમભાઇ ભારાભાઇ કેશવાલા, રણમલભાઇ કેશવાલા, શ્રીમતિ શિ૯પાબેન રણમલભાઇ કેશવાલા, શ્રીમતિ હિરાબેન મોઢવાડિયા, છાંયા મહેર સમાજના પ્રમુખ ભીમાભાઇ ઓડેદરા, ટ્રસ્ટી કેશુભાઇ ગરેજા,મસરીજીભાઇ ઓડેદરા, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના હોદેદારો, શ્રી મહેર શકિત સેના, શ્રી બરડા વિકાસ સમિતિ,શ્રી મહેર મહિલા મંડળ, શ્રી મહેર સોશ્યલ ગૃપ, રાજકોટ, જુનાગઢ, જામનગર મહેર સમાજ તેમજ રાજકીય હોદેદારો તથા સામાજિક આગેવાનો અને દેશ વિદેશથી જ્ઞાતિજનો, રોયલ આરકેડ સોસાયટી અને છાંયા મહેર સમાજના સભ્યો ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમના અંતે સૈા દાતાશ્રીઓ તેમજ આગેવાનો એ સ્વરૂચી ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કરેલ.