જીમ ફિટનેસ સેન્ટર ને લઈ ને એક્સ્ટ્રીમ ફિટનેસ પોરબંદર દ્વારા કોરોના ની રસી લેનારને વિશેષ રાહત આપવામાં આવશે
તથા કોરોના સમય દરમિયાન જે લોકોએ જીવ ગુમાવ્યો છે એવા લોકોના બાળકો ને કરાટે યોગ જેવી ફિટનેસ ઉપયોગી પ્રવૃત્તિ વિનામૂલ્યે કરાવવામાં આવશે .
આજરોજ રાજ્ય સરકાર દ્વારા જિમ રી ઓપન કરવા માટેની સૂચના અપાય છે જેને લઇ અને પોરબંદરના ફિટનેસ રસિયાઓમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે એક્સ્ટ્રીમ ફિટનેસ દ્વારા સરકાર શ્રી ની સુચના અને એસ.ઓ.પી ધ્યાનમાં રાખી મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે આ સાથે એકસટ્રિમ ફિટનેસ કેર દ્વારા 50% સંખ્યામાં એક્સરસાઇઝ કરવાનું રહેશે દરેક બેચ બાદ જિમ ને સેનિતાયસ કર્યાબાદ પ્રવેશ આપવામાં આવશે .ત્યારે જીમ મેમ્બરસે પણ કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
આ સાથેજ કોરોના ની રસીકરણ ને પ્રોત્સાહિત કરવા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના સંચાલક એ અનોખો પ્રયાસ કર્યો છે જે લોકો કોરોનાની રસી લઇ લીધેલ હશે તેઓને વિશેષ રાહત આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
તદુપરાંત કોરોના રોગ માં જે બાળકો અનાથ થઈ ગયેલ હોઈ એવા લોકો ની ફિટનેસ ઉપરાંત કરાટે,યોગ ની તાલીમ વિનામૂલ્યે કરાવવામાં આવશે..એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના સંચાલક ફિટનેસ,ન્યુટ્રિસનિસ્ટ કેતન કોટિયા એ વધુમાં જણાવેલ કે કોરોના માં ઇમ્યુનિટી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે કોરોના ની રસી ,એક્સરસાઇઝ,હેલ્થી ડાયેટ, ડબલ સલામતી અપાશે..