ગુરૂકુળ મહિલા કોલેજ માં જીલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર વિષયક ઓનલાઈન વાર્તાલાપ યોજાયો
વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રારંભે ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના ઉદિશા પ્રકલ્પ અંતર્ગત કોલેજ ના અંતિમ વર્ષ માં ભણતી બહેનો માટે કારકિર્દી દિશા વિષયક એક ઓનલાઈન વાર્તાલાપ યોજાયો.આ વાર્તાલાપ ના તજજ્ઞ તરીકે પોરબંદર જિલ્લા રોજગાર કચેરી ના કાઉન્સેલર ચિરાગ દવે ખાસ ઉપસ્થિત રહી ઓનલાઈન વિદ્યાર્થીનીઓ ને સચોટ માર્ગદર્શન પૂરું પાડેલું.
કારકિર્દી માર્ગદર્શન વાર્તાલાપ કાર્યક્રમની શરૂઆત માં ઉદિશા કોલેજ કોરડીનેટર ડૉ.જયેશભાઈ ભટ્ટ દ્વારા ચિરાગભાઈ નું શાબ્દિક સ્વાગત કરાયું અને ઉદીશા એ ક્યો પ્રકલ્પ છે અને ગુજરાત સરકાર દ્વારા આ પ્રકલ્પ અંતર્ગત કઈ કઈ પ્રવુતિઓ કરવામાં આવે છે અને કોલેજ કઈ રીતે કારકિર્દી લક્ષી કાર્ય કરશે એની વિગતથી વાત કરેલી.
ત્યારબાદ ચિરાગભાઈ દ્વારા કારકિર્દી અને રોજગાર શબ્દો ને સ્પષ્ટ સમજાવેલા અને રોજગાર એ વળતર આધારિત ક્રિયા છે જ્યારે કારકિર્દી એ વ્યક્તિ ના પૂર્ણત્વ ને પ્રગટ કરવાનું એક લક્ષ્ય છે.તેઓશ્રી એ આર્ટસ અને કોમર્સ ના બહેનો પોતાની શક્તિ મુજબ કઈ રીતે પોતાને ગમતી જોબ માટે પ્રયત્ન કરી શકે અને તે માટે એક રોડમેપ કેમ બનાવવો એ બાબત ઝીણવટભરી માહિતી પૂરી પાડેલી હતી. તેઓના મતે લક્ષ્ય એ આપણાં મન ને ગમે તેવું જ હોય એ અતિ જરૂરી છે કેમકે બીજાનું અનુકરણ પોતાની કારકિર્દી ક્યારેય પણ ઘડી ન જ શકે. તેમણે આ તબક્કે સેલ્ફ મોટીવેશન પર ખાસ ભાર મુકેલો.તેમના માટે આર્ટસ અને કોમર્સ વિભાગના બહેનો માટે પણ અસંખ્ય કારકિર્દી રહેલી છે જેમાં ટીચિંગ વ્યવસાય, વકીલાત, પત્રકારત્વ,કન્ટેન્ટ લેખન, જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા,ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્ર, એમ.બી. એ અને એમ.સી. એ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના એરિયા, સેલ્સમેનશિપ, એમ.એસ.ડબલ્યુ દ્વારા સામાજિક સેવા તથા એચ આર નું ફિલ્ડ, બેન્કિંગ સેક્ટર તથા માર્કેટિંગ એરિયા, હોટેલ મેનેજમેન્ટ ફિલ્ડ ,કોમર્સ વિભાગ ના મિત્રો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માં પણ કારકિર્દી ઘડી શકે અને સરકારશ્રી ના સ્ટાર્ટ અપ પ્રોગ્રામ નો લાભ લઇ શકે, ઇનસ્યુરન્સ સેક્ટર માં પણ અનેક તકો,સી.એ તથા સી.એસ તરીકે એકદમ ઉચ્ચ કારકિર્દી, ફાઈનાન્સ સલાહકાર, એકાઉંટન્ટ, આમ અનેક પ્રકાર ના કારકિર્દી લક્ષી રસ્તાઓ ની વિગતવાર માહિતી આપેલી અને કારકિર્દી ના વિકાસ માં જિલ્લા રોજગાર કચેરી કઈ રીતે મદદ કરી શકે તેની માહિતી આપેલી.
વિદ્યાર્થિની બહેનો પોતાની કારકિર્દી સુદ્રઢ બનાવી એમ્પાવર બને એ માટે સતત પ્રયત્નશીલ કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ અનુપમ નાગર સાહેબે આ કાર્યક્રમ યોજવા પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડેલા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો.નયન ટાંક દ્વારા કરાયેલું અને અરવિંદ રાવલિયા એ સહકાર પૂરો પાડેલો.કોલેજ ની બહેનો એ ઉત્સાહ પૂર્વક આ વાર્તાલાપ માં હાજર રહી વિવિધ કારકિર્દી લક્ષી માહિતી સચોટ રીતે પ્રાપ્ત કરેલી.આ કાર્યક્રમ ને મિતભાઈ લાખાણી એ તકનિકી સહાય પૂરી પાડેલી.