ઘૂમલીનો સૌથી ઉચો ડુંગર આભપરો( લેખક વીરદેવસિંહ પી. જેઠવા)


આભપરા..ઘૂમલીવીરદેવસિંહ પી. જેઠવા
ઘૂમલીનો સૌથી ઉચો ડુંગર આભપરો છે. આ આભપરા ડુંગર ઉપર એક વિશાળ પ્રાચીન કિલ્લો હતો. આ કિલ્લા ની એક બાજુની દિવાલ હાલ મોજુદ છે. અને કિલ્લાની રાંગ ઉપર એક હનુમાનજી ની ડેરી છે. અને શ્રી વિંધ્યવાશીની માતાજીનું મંદિર આવેલું છે. જે ત્રીકમાચાર્યજી બાપુ ના કહેવાથી જામ રણજીતસિંહજી ના સમયમાં બનેલું છે. માતાજીની સ્થાપના ખુબ જુની છે. સાથે ત્રીકમાચાર્યજી બાપુનું આરસ પથ્થર જડીત મંદિર છે. અને બાજુમાં મોટા બે ઓરડા આવેલા છે. આભપરા સાથે દંતકથા જોડાયેલી છે. કેવાય છે કે એક સમય શૈલ કુમાર જેઠવા ફરતા ફરતા બરડા ડુંગરમાં આવ્યા ત્યા તેમને હરસિધ્ધી માતાજી ની સહાય થી બાબરાભુત પાસે આભપરા ડુંગર ઉપર કિલ્લો બંધાવ્યો અને વિંધ્યવાસીની માતાજી ની સ્થાપના કરી હતી અને કાળુભાર, કુછોલું, અને હુજન એ ત્રણ તળાવ બંધાવ્યા હતા. ત્યા રાત રોકાવાની સગવડ છે. તેના માટે ફોરેસ્ટ ઓફિસર ની મંજુરી જરૂરી છે. અને ડુંગરમા રખડનાર પ્રકૃતિપ્રેમીઓ અહીં ખુબ આવે છે.
સ્થાપત્યો..ઈતિહાસિક મંદિરો..અને ઈતિહાસિક જોવાલાયક સ્થળો ના લાઈવ વિડીયો જોવા માટે આ અમારી ચેનલ ‘ History&Literature ‘ને Subscribe કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી ચેનલ ઉપર અપલોડ થયેલા વીડિયો ની Notifications આપને મડતી રહે
વીડિયો ને લાઈક શેર અને સસ્સકાઈબ કરો

https://historyliterature.wordpress.com/

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!