ફારૂકભાઈ સુર્યા ના પુત્ર અબ્દુલકાદિર ની શાદી ના અવસરે 10 દુલ્હા એ નિકાહ પઢી
પોરબંદરમાં વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર ના પુત્ર ની શાદી પ્રસંગે સમૂહશાદી નું આયોજન સંપન્ન
ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
પોરબંદર વી.જે. મદ્રેસાના ઓન. સેક્રેટરી અને પોરબંદર-છાયા નગરપાલિકાના કાઉન્સિલર, તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ફારૂકભાઈ સુર્યા ના પુત્ર અબ્દુલકાદિર ની શાદી પ્રસંગે સમૂહ શાદી નું શાનદાર આયોજન કરવામાં આવતા હલીમા મસ્જિદ ખાતે 10 દુલ્હા એ નિકાહ પઢી હતી તેમજ વી.જે. મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે એ જ સમયે દુલહનો માટે આમીન નો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ બપોરે સમૂહ જમણવાર નો કાર્યક્રમ પણ યોજાયો હતો. સમૂહ શાદીની પૂર્વ સંધ્યા એ વી.જે. મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મહેફિલ મિલાદ નું શાનદાર આયોજન થયું હતું. જેમાં બુખારી મિલાદ પાર્ટી એ નાઅત-મનકબત પેશ કરી હતી. મિલાદશરિફ તેમજ નિકાહ કાર્યક્રમ પોરબંદરની હલીમા મસ્જિદ ના પેશ ઇમામ હઝરત સૈયદ જલાલબાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રોગ્રામ માં હઝરત અલ્લામા ગુલઝાર અહમદ નુરી સાહબ (જૂનાગઢ), ખલીફા એ હુઝૂર તાજુશરીયાહ વ ખલિફા એ અમીને મિલ્લત, હઝરત અલ્લામા વ મોલાના મુફ્તી અશરફરઝા સાહબ બુરહાની (રતનપુર ખેડા) એ તકરીર કરી તમામ નવ દંપતીઓને કુટુંબ ભાવના કેળવવા તેમજ સુખી દામ્પત્ય જીવન જીવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ખલીફા એ હુઝૂર તાજુશરીયાહ મોલાના હાજી યુસુફ દુફાની હસમતી (પોરબંદર) તેમજ ઓલમાએ કિરામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નિકાહ બાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિતરણ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી તેમજ પોરબંદર સિપાઈ જમાત ના પ્રમુખ ફેઝલખાન હાજી બશીરખાન પઠાણ, સંધિ મુસ્લિમ જમાત મોટી પોરબંદર ના પ્રમુખ આરીફભાઇ હાજી કાસમભાઈ હાલાઈપૌત્રા, આફ્રિકા થી ખાસ પધારેલ શફીભાઈ બાટવીયા, ડાયેટ ભવનમાંથી અલ્તાફભાઈ રાઠોડ, હારૂન ભાઈ સાટી તેમજ લોહાણા સમાજ ના પ્રમુખ સંજયભાઈ કારિયા, સંજયભાઈ માળી સહીત મુસ્લિમ જમાતની જુદી જુદી જમાતો, સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દુલ્હા – દુલહનો ને શુભેચ્છાઓ પાઠવી હતી.