ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાયન સ્પર્ધા અંતર્ગત એકલગીત સ્પર્ધા તથા રાખડી અને આરતી સુશોભન સ્પર્ધાઓ યોજાઈ
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા તા.19/8/2021 સાંજે પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ
વાઘેશ્વરી પ્લોટ ખાતે સાંજે રાષ્ટ્રીય સમૂહ ગાયન સ્પર્ધા અંતર્ગત ” એકલગીત સ્પર્ધા” યોજાઇ હતી જેમાં સ્પર્ધકો એ ઉત્સાહ ભેર ભાગ લઈ ચેતના કે સુર પુસ્તક માં આપેલ દેશભક્તિ ના ગીત ગાઈ સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.તથારાખડી અને આરતી સુશોભન સ્પર્ધા યોજાઈ હતી
ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર્તા હિરલ બા જાડેજા તથા રામકૃષ્ણ મિશન આશ્રમના સ્વામી આત્મ દીપાનંદજી ના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું .ત્યાર બાદ ઉપસ્થિત અતિથિઓ નુ પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરાયું હતું
કમલેશ ભાઈ ખોખરી એ જણાવ્યુ હતું કે આપણી સંસ્કૃતિ ને ક્યાંક ને ક્યાંક ભૂલી રહયા છીએ ત્યારે ભારતીય સંસ્કૃતિ ને નવી પેઢી સુધી પહોંચાડવામાં આવે તે હેતુ થી ભારત વિકાસ પરિષદ સંસ્થા કામ કરી રહીછે
હિરલબા જાડેજાના અને સ્વામી આત્મદીપાનંદજીના હસ્તે રામનવમી ના દિવસે યોજાયેલ સ્પર્ધામાં વિજેતા ઓ ને ઇનામ વિતરણ કરાયું હતું.તમામ બાળકો ને હિરલબા જાડેજા તરફ થી નોટબુક અપાય હતી…
રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા અંતર્ગત રાષ્ટ્રીય એકલગીત સ્પર્ધા માં વિજેતા થયેલ ઉંમર અનુસાર ત્રણ ગ્રુપ માંથી નિર્ણાયક માવજીભાઈ બામણિયા દ્વારા એક એક સ્પર્ધક ની પસંદગી કરવામાં આવી હતી.એકલ ગીત સ્પર્ધાના સંયોજક પ્રણય રાવલ તથા ભારત વિકાસ પરિષદ ની ટિમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જેમા કાર્યક્રમ ના ખર્ચ ના દાતા હિરલ બા જાડેજા અને ડૉ.પારસ મજીઠીયા નો સંસ્થાએ આભાર વ્યકત કર્યો હતો. આ ઉપરાંત તહેવારો અંતર્ગત રાખડી તેમજ આરતી ડેકોરેશન સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નાની બાળાઓ અને મોટા બહેનો એ ભાગ લીધો હતો અને નિર્ણાયક તરીકે નૂતનબેન ગોકાણી અને ક્રિષ્નાબેન ટોડર મલ દ્વારા વિજેતાઓ ની પસંદગી કરાઈ હતી . રાખડી સ્પર્ધા માં બાળકો માં 1.પાયલબેન ગોસ્વામી 2.જાનવી પાંખરીયા3.યશ્ચિ ચોટાઈ મોટા બહેનો માં 1.ભૂમિબેન પટેલ 2.મનીષાબેન કુંડલીયા 3.ઉષાબેન ગોહેલ આવ્યા હતા.અને આરતી સ્પર્ધા માં બાળકો માં 1.કિંજલ તોરણીયા 2.પ્રિયંષી પટેલ 3.જાનવી પાંખરીયા અને મોટા બહેનો માં 1. રચના ખોખરી 2. સપના કુંડલીયા 3.અંજલિ સલેટ..આવ્યા હતા..તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ તથા આકર્ષક ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમ ના ખર્ચના દાતા વીનેશભાઈ ગોસ્વામી તથા તેમના બા નો સંસ્થા ની ટીમે આભાર માન્યો હતો. જેના મહિલા સંયોજક નિવેદિતા બેન જોશી તથા તેમની ટીમે આ કાર્યક્રમ પણ સફળ બનાવ્યો હતા..
રામકૃષ્ણ મિશન આશ્રમના સ્વામી આત્મદીપાનંદજી એ જણાવ્યું હતું કે આપણી સંસ્થા અલગ છે પરંતુ ધ્યેય એક જ છે લોકો ને જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદને ક્યારેય ન ભૂલતા .જ્યારે જરૂર હતી ત્યારે વિશ્વ ફલક પર હિન્દૂ ધર્મ ને લઈ ગયા છે .અદેખાઈ એ આપણા ધર્મ માં મુખ્ય સમસ્યા છે .તેના એક અમેરિકન શિષ્ય કરોડપતિ હતા એક પણ રૂપિયા ન માંગતા એટલું જ જણાઆવ્યું હતું કે બસ ભારત ને પ્રેમ કરો .અમે સોશિયલ સેવા નહિ કરતા અમે સાધના કરીયે છીએ અમારો આદર્શ આત્મનો મોક્ષર્થ અને જગત હિતાય ચ. સમાજ સુધારણથી નહિ પરંતુ સેવાથી ફાયદો થયો છે.કોઈપણ કાર્ય સેવાથી થાય છે.સેવા કરશો તો અહંકાર નહિ થાય .બહેનો વધુ આગળ પડતી છે .જ્યારે સૌરાષ્ટ્રમાં છોકરાઓમાં ગુટખાનું પ્રમાણ વધુ છે. આયર્લેન્ડ દેશમાં વસતા સિસ્ટર નિવેદિતાએ સ્વામી વિવેકાનંદમાં વિચારોથી પ્રભાવિત થઈ પોતાનું સમગ્ર જીવન છોડી અને ભારતમાં આવી લોકોની સેવામાં જીવન વિતાવ્યું .ખાસ બહેનોએ સિસ્ટર નિવેદિતા અને માં શારદાનું જીવન વાંચવું જરૂરી છે.ભારત દેશ ને પ્રેમ કરો અને દેશ માટે આગળ વધો. ચરિત્ર બનાવજો રાષ્ટ્ર પ્રથમ રાખી સફળતા મેળવો તેવા આશીર્વચન પાઠવ્યા હતા.
કાર્યક્રમ ના અતિથિ હિરલબા જાડેજાએ જણાવ્યુ હતું.ભારત વિકાસ પરિષદ નામ થી યાદ આવ્યું હું નાની હતી ત્યારે કબીર વડ પાસે ના આશ્રમ માં રહેતા હતા ત્યારે ભારત વિકાસ પરિષદ ના સંતો આવ્યા હતા દશ દિવસની લાઠી તલવાર સ્પર્ધામાં હું વિજેતા બની હતી તે યાદ આવ્યું આપણા નેતાઓ ઉચ્ચ વિચારો થી ભારત દેશ આગળ વધી રહ્યો છે તો પરિવારો સાથે અનેક રીતે બાળકો ભારતિય સંસ્કૃતિ સાથે નોન ફિલ્મી ગીત ગાય છે .અને દેશભક્તિ નો પ્રેમ જગાવનાર ગીત ગાય છે તેઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા .એકલગીત સ્પર્ધા ના સ્પર્ધકો ને માવજી ભાઈ બામણિયા એ જણાવ્યું હતું કે ભાગ લેવો એ મહત્વનું છે.સફળતા એક દિવસ અવશ્ય મળશે .પહેલું ગ્રૂપ 6 થી 8ધોરણમાંથી વિજેતા રિશીતા સોનરાજ..બીજા ગ્રૂપ 9 થી12ધોરણ માંથી મોઢવાડીયા શાંતિ અને ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા પરિવાર માંથી પૂનમબેન લોઢારી ને જિલ્લા કક્ષાએ નંબર આવેલા ..જેમને હવે પ્રાંત લેવલ એકલગીત સ્પર્ધા માટે જવાનું રહેશે…
આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના પ્રમુખ કમલેશભાઈ ખોખરી ,ઉપપ્રમુખ વીનેશ ગોસ્વામી ,મંત્રી નિધિ બેન શાહ, સહમંત્રી નવનિતભાઈ સોની તથા ખજાનચી હરદતપુરી ગોસ્વામી,પ્રકલ્પ સંયોજક પ્રણય રાવલ તથા સહ મહિલા સાયોજિકા નીવેદીતા બેન જોશી,સ્નેહલ બેન પાઠક ,મીના બેન પાન ખાણીયા, પાયલબેન ગોસ્વામી, દુર્ગાબેન લાદીવાલા, ,નાથાભાઇ દાસા, પંકજભાઈ ચંદારાણા, રાવલ,જીતેશભાઈ પટેલ ,ચિરાગ પટણી ,મનોજ પંડયા,ડો.કિરીટભાઈ જોશી, કૃણાલ ગોસ્વામી,સહિત ના કાર્યકર્તાઓ એ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતાં












