કેન્દ્રિય રાજ્ય સંચાર મંત્રાલયના મંત્રી દેવુસિંહ ચૌહાણ પોરબંદર જીલ્લાની મુલાકાતે
*ખેડા લોકસભાના સાંસદ અને કેન્દ્રિય રાજ્ય સંચાર મંત્રાલયના મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે પોરબંદર જીલ્લાની મુલાકાતે છે ત્યારે ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદરણીય મંત્રી દેવુસિંહ ચૌહાણ નું શાલ ઓઢાડીને તથા પુષ્પગુછ આપીને સ્વાગત કરેલ, આ પ્રસંગે ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ ગીરીશભાઈ વ્યાસ, પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શૈલેષભાઈ જોષી, ટ્રસ્ટી અને મંત્રી દેવુભાઈ પંડયા, કારોબારી સભ્ય શ્રી રાજીવભાઈ વ્યાસ, રમણીકભાઈ પુરોહિત (દાદા) તેમજ પોસ્ટ ઑફિસ વિભાગમાં ફરજ બજાવતા આશિષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યાં હતા.
Please follow and like us: