ઓટિઝમથી પીડિત પેરાસ્વીમર જીયા પાલ્ક સ્ટ્રેઇટ પાર કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે

13 વર્ષની જીયા એ માં બાપ ના સહયોગ થી સ્વિમિંગ ક્ષેત્રે 22 ગોલ્ડ મેડલ જીત્યા

કોઈનું સંતાન ડિસેબલ હોય તો તેની ડિસેબિલિટી પર ન જુઓ તેની એબિલિટી જુઓ તેને સહકાર અને હૂંફ ની જરૂર હોય છે.

ભારત અને શ્રીલંકા સમુદ્ર સપાટી વચ્ચે પાલ્ક સ્ટ્રેઇટ સમુદ્રી વિસ્તારમાં સ્વિમિંગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે જીયા

ભારત અને શ્રીલંકા ની સમુદ્ર સપાટી વચ્ચે સમુદ્ર સપાટી છે જેમાં આગામી 19 માર્ચ ના રોજ જીયા તેમાં શ્રીલંકા ના તલાઈમનાર થી ધનુષકોડી ભારત સુધી 29 કિમિ નું અંતર કાપશે આ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાશે ;પિતા નેવી ઓફિસર હોવાથી તેને દરિયા અંગે વિશેષ માહિતી હોય છે અને જેમાં તેના ધ્યાને આવ્યું કે પાલ્ક સ્ટ્રેઇટ માં સ્વિમિંગ ભૂલાં ચૌધરી નામની એક નોર્મલ મહિલા એ 13 કલાક 12 મિનિટ માં
પૂર્ણ કર્યું છે .જયારે 13 વર્ષની જીયા આ સ્વિમિંગ 10 કલાક માં પૂર્ણ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જશે તેમ તેના પિતા એ જણાવ્યું છે આ સ્વિમિંગ દરમિયાન ભારતીય નેવી અને શ્રીલંકન નેવી સાથે રહેશે ઉપરાંત તેનું ઓબ્ઝર્વેશન પોરબંદર ની શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ કરશે જયારે આ સ્વિમિંગ નું નામ “ફ્રેન્ડશીપ સ્વીમ રાખવમાં આવ્યું છે હાલ જીયા એ આ સ્વિમિંગ માટે ની પ્રેકટીશ શરૂ કરી દીધી છે પિતા મદન રાયે જણાવ્યું હતું કે કોઈનું સંતાન ડિસેબલ હોય તો તેની ડિસેબિલિટી પર ન જુઓ તેની એબિલિટી જુઓ તેને સહકાર અને હૂંફ ની જરૂર હોય છે.

બર્થ ડે ની ઉજવણી માં જીયા અન્ય બાળકોથી દૂર રહેતી હતી ત્યારે બીમારી વિષે માતાપિતા ને ખ્યાલ આવ્યો

ઓટિઝમ એક એવી બીમારી છે કે જેમાં બાળક શારીરિક અને માનસિક સક્ષમતા ગુમાવે છે

નેવી ઓફિસર મદન રાય અને રચના રાયના ઘરે તારીખ 10 મેં 2008 ના રોજ એક બાળકીનો જન્મ થયો પરિવાર માં ખુશી નો માહોલ હતો અને બાળકીનું નામ જીયા રાખ્યું જિયાના જન્મ ને બે વર્ષ પૂર્ણ થયા પછી જન્મ દિવસ ની ઉજવણી નિમિતે અન્ય બાળકો થી જીયા દૂર રહેતી હતી અને એકલા રહેવાનું વધુ પસંદ કરતી હતી ત્યારે આ પ્રકારના લક્ષણો બાબતે તબીબ ને પૂછતાં તબીબે જણાવ્યું હતું કે જીયા ઓટિઝમ બીમારીનો ભોગ બની છે . સામાન્ય રીતે બાળક ના જન્મ ના ત્રણ વર્ષ દરમિયાન ઓટિઝમ બીમારી વિષે ખ્યાલ આવે છે તેની વર્તુણકમાં બદલાવ આવે છે અને બાળક શારીરિક અને માનસિક સમજણ ની સક્ષમતા માં ઘટાડો આવે છે આ બીમારીનો ઈલાજ નથી આ સાંભળી ને માતા પિતા સ્તબ્ધ થઇ ગયા પરંતુ જિયાના ભવિષ્ય માટે હવે શું કરવું તે બાબતે જિયાના માતાપિતા વિચારતા થયા .

જીયાને પાણી સાથે લગાવ હતો પાણી માં રમતી આનંદિત થતી હતી જીયા સ્વિમિંગ કોચે ડિસેબિલિટી જોઈને સ્વિમિંગ શિવખવાની ના પાડી :માતા બની કોચ

જીયા બાળપણ માં પાણી સાથે કલાકો સુધી રમતી અને આનંદિતતા અનુભવતી હતી આ જોઈને માતાપિતા ને થયું કે તેને સ્વિમિંગ શીખવવીએ આ માટે માતાપિતા જીયાને કોચ પાસે લઇ ગયા હતા પરંતુ જીયાની ડિસેબિલિટી જોઈ ને સ્વિમિંગ શીખવવાની ના પાડી આ બાબત થી માતાપિતા હતાશ થઇ ગયા છતાં માતા એ હિંમત ન હારી અને પોતે ટીચર ની જોબ છોડી જીયા માટે સ્વિમિંગ શીખ્યું અને જીયા ને સ્વિમિંગ શીખવવા નું શરૂ કર્યું આમ માતા જ જિયાના સ્વિમિંગ કોચ બન્યા જીયાને સ્વિમિંગ શીખવવામાં ચાર વર્ષ લાગ્યા માતાની મહેનત રંગ લાવી અને જીયાને સ્વિમિંગ માં નિપુણતા આવી .

પ્રથમ વાર માલવન ખાતે યોજાયેલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં જીયાએ ભાગ લીધો
પરંતુ સ્વિમિંગના નિયમ અંગે ખ્યાલ ન હતો

જીયાને સ્વિમિંગ આવડી જતા તેને પ્રથમ વાર મહારાષ્ટ્ર માલવન ખાતે 17 ડિસેમ્બર 2017 માં યોજાયેલ સ્વિમિંગ કોમ્પિટિશન માં ભાગ તો લીધો પરંતુ સ્વિમિંગ ના અમુક નિયમ ની જાણકારી ન હોવાથી તે યોગ્ય સ્થાન પ્રાપ્ત ન કરી શકી પરંતુ ત્યાર બાદ માતા એ તેને નિયમો સાથે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરાવ્યું જીયા અઠવાડિયામાં ચાર દિવસ એક કલાક સ્વિમિંગ પુલ માં અને શનિ રવિ બે દિવસ દરિયામાં સ્વિમિંગ શીખવ્યું અને સતત પ્રેક્ટિસ કરી અને ધીમે ધીમે એક દિવસ માં ચાર કલાક સુધી પણ પ્રેક્ટિસ કરતી હતી

પ્રેક્ટિસ રંગ લાવી અને પોરબંદરમાં યોજાયેલ કોમ્પિટિશન માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું : આ તેની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ હતો

5 જાન્યુઆરી 2019 માં પોરબંદર માં યોજાયેલ સ્વિમિંગ કોમ્પિટિશન યોજાય હતી જેમાં જીયાએ પેરા સ્વિમર કોમ્પિટિશન માં ભાગ લઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો આ તેની જિંદગીનો ટર્નિંગ પોંઇટ હતો ત્યાર બાદ અનેક સ્પર્ધામાં ભાગ લઈ જીયા એ અત્યાર સુધીમાં 22 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે ઉપરાંત ઈંડિયા બુક ઓફ રેકોર્ડ 2020 અને એશિયા બુક ઓફ રેકોર્ડ 2020 માં પણ પેરા સ્વિમર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે મુંબઈ ખાતે યોજાયેલ વરલી સી લિંક ( ગેટ વે ઓફ ઇન્ડિયા) માં યોજાયેલ સી સ્વિમિંગ સ્પર્ધામાં 36 કિમીનું અંતર 8 કલાક 40 મિનિટ માં કાપ્યું હોવાનું તેના પિતા એ જણાવ્યુ હતું .

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!