ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા માતૃછાયા શાળા મા સંસ્કાર શિબિર યોજાઈ
તારીખ 30 મે 2022 સોમવાર ના રોજ ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા માતૃછાયા શાળા મા સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું… જેમાં મહાત્મા ગાંધીજી ના 11 સિદ્ધાંતો શાખા પ્રમુખ કમલેશભાઈ ખોખરી એ સમજાવ્યા હતા…. સચિવ નિધિ શાહ એ આભાર વિધિ કરીને કાર્યક્રમ નું સંચાલન કરેલ હતું…. પ્રોજેક્ટ ચેરમેન મહિલા સહ સંયોજિકા પૂજાબેન શ્રીવાસ્તવ એ બાળકો ને બોલપેન..વેફર બિસ્કિટ .. અને શરબત તથા સચિવ નિધિ શાહ એ ચોકલેટ આપી તમામ ને નવાજ્યા હતા…
જ્યારે તમે કોઈના ચહેરા પર સ્મિતનું કારણ બનો છો અને ખાસ કરીને જ્યારે તેઓ નિર્દોષ બાળકો હોય ત્યારે તે તમને અપાર આનંદ આપે છે એ હેતુ થી 80 બાળકો ને
બૌદ્ધિક એક રમત રમાડી ખૂશ ખુશાલ કર્યા હતા અને આ રમત પર થી જીવન નું ઘડતર કેમ કરાય તે પણ શિખવ્યું હતું…. કોષાધ્યક્ષ હરદતભાઈ ગોસ્વામી… સહમંત્રી મીનાબેન પાણખણીયા , મહિલા સહ સંયોજિકા દુર્ગાબેન લાદીવાલા , ભાવનાબેન છેળાવડા પણ હાજર રહ્યા હતા….મહેમાનો ની વિશેષ ઉપસ્થિત મા શાળા ના ટ્રસ્ટી અને પોરબંદર ના જાણીતા ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા અને અગ્રણી સમાજસેવક હસુભાઈ બુદ્ધેવ રહ્યા હતા….ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા ની પ્રવૃતિ ને ખૂબ નવાજી હતી….
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા
સચિવ નિધિ શાહ 🇮🇳👏🏻