ભોરાસર શાળા ની વિદ્યાર્થીની નો કલા મહાકુંભ માં પ્રદેશ કક્ષાએ બીજો નંબર આવતા આગામી સમયે રાજ્ય કક્ષાની હરિફાઈ માટે પસંદ


રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ સંચાલિત ” આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ 2021 ની હરિફાઈ તા. 31.05.2022 થી 02.06.2022 સુધી હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાઈ રહી છે.
તેમાં એકપાત્રીય અભિનય વિભાગ “અ”:ની હરીફાઈમાં પોરબંદર જીલ્લાનું પ્રતિનિધિત્વ રાણાવાવ તાલુકાની ભોરાસર સીમ શાળાની કુમારી ઉર્વશી સુભાષભાઈ ભૂવાએ કરેલ હતું. ઉર્વશી ભૂવાનું શાનદાર પરદર્શનને નિહાળી સૌ મંત્રમુગ્ધ થયેલ હતા અને ઉર્વશી ભૂવા પ્રદેશ કક્ષાએ બીજા નંબરે આવતા આગામી સમયે રાજ્ય કક્ષાની હરિફાઈ માટે પસંદ થતા ભોરાસર સીમ શાળાના આચાર્ય લાખાભાઇ ચુંડાવદરા અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ ભૂવાએ ઉર્વશી ભૂવા અને તૈયારી કરાવનાર શિક્ષક શાંતિબેન લાખાણા ને અભિનંદન પાઠવેલ છે.
