ઉત્તરપ્રદેશમાં મહિલા જજે સરકારી આવાસે ગળે ફાંસો ખાધો,
ઉત્તર પ્રદેશના બદાયુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ગઈ કાલે સવારે મહિલા જજ જ્યોત્સના રાયનો મૃતદેહ સરકારી આવાસમાં લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. ડીએમ-એસએસપી સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ મહિલા જજ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જો કે હજુ સુસાઇડ નોટ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અધિકારીઓ કંઈપણ કહેવાથી બચી રહ્યા છે. મળેલી માહિતી મુજબ આજે સવારે નિવાસસ્થાનના કર્મચારીઓએ જજ જ્યોત્સના રાયની લાશ લટકતી જોઈ હતી. પછી તેઓએ પોલીસ અને અન્ય જજોને જાણ કરી. આ પછી જિલ્લા ન્યાયાધીશ, ડીએમ, એસએસપી, સિટી એસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની સુચના મળતા જ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યોત્સના મૂળરૂપે મઉ જીલ્લાની રહેવાસી હતી. તે બદાયુમાં સિવિલ જજ જુનિયર ડિવિઝનની મુન્સિફ મેજિસ્ટ્રેટ હતી