પોરબંદર માં સાતમાં રંગોત્સવ 2023 કલા પ્રદર્શન નું ઉદ્ઘાટન
પોરબંદર નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહ જી આર્ટ ગેલેરી ખાતે ગેલેરીના સાતમા સ્થાપના દિવસ અન્વયે સાતમો રંગોત્સવ 2023 કલા પ્રદર્શન નું ઉદ્ઘાટન ઉપસ્થિત મહાનુભાવો
શ્રી વલ્લભાચાર્ય હવેલીના વૈષ્ણવ આચાર્ય વસંતકુમારજી મહોદયજી, રમણીકભાઈ ઝાપડિયા અધ્યક્ષ
કલાતીર્થ, સુરત
પ્રસિદ્ધ ચિત્રકાર સુરેશભાઈ રાવલ રાજકોટ
અલય મિસ્ત્રી પ્રસિદ્ધ શિલ્પકાર અમદાવાદ
પ્રસિદ્ધ ડોક્ટર જનાર્દન જોશી સાહેબ
ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે ગુજરાતના વિજેતા કૃતિના ચિત્રકારોને
પારિતોષિક તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા
સમગ્ર ગુજરાતમાંથી 244 કલાકૃતિઓ સ્પર્ધક તરીકે આવેલ જેમાંથી 83 કલાકૃતિઓ પસંદગી પામી જેવા પેઇન્ટિંગ્સ, શિલ્પ, તથા ફોટોગ્રાફીની અદભુત કૃતિઓને સ્થાન મળ્યું
આ પ્રથમ સ્પર્ધાત્મક પ્રદર્શનમાં
પ્રથમ વિજેતા
દિવ્યેશ બાઘડાવાળા -સુરતને
ચિત્રકાર જગન્નાથ અહીવાસી પારિતોષિક રોકડ પુરસ્કાર ₹10,000
દ્વિતીય વિજેતા મયુર મિસ્ત્રી અમદાવાદને
ચિત્રકાર એન.ટી. ખેર સાહેબ રોકડ પુરસ્કાર ₹8,000
તૃતીય વિજેતા
ક્રિષ્ના મોદી સુરતને
કલાગુરુ શ્રી અરીસિંહ રાણા કેશવાલા રોકડ
પુરસ્કાર રૂ.6000/-
એ જ રીતે
બેસ્ટ લેન્ડસ્કેપ
પેન્ટર મધુ કોટીયા પારિતોષિક રોકડ પુરસ્કાર રૂ.4000/-
બેસ્ટ રીયલીસ્ટિક
જ્ઞાનેશ્વર રાજપુત સુરતને ચિત્રકાર દેવજીભાઈ વાજા રોકડ પુરસ્કાર રૂપિયા 4000/-
બેસ્ટ પોટ્રેટ
કવિતા બી સોની કચ્છ ભુજને
ચિત્રકાર અનુજતી ગોસ્વામી રોકડ પુરસ્કાર રૂપિયા 4000/-
બેસ્ટ ગ્રાફિક્સ
આશા કેશવાલા વડોદરાને
ચિત્રકાર શરદ કંસારા બેસ્ટ રોકડ પુરસ્કાર રૂ. 4,000/-
બેસ્ટ ફોટોગ્રાફી
ઋત્વિજ દવે અમદાવાદને
ફોટોગ્રાફરશ્રી હરજીવનદાસ પંડિત રોકડ પુરસ્કાર રૂ. 4000/-
બેસ્ટ શિલ્પ
અર્જુન પરમાર વડોદરા
શિલ્પકાર લાખા ભાઈ બળેજા રોકડ પુરસ્કાર રૂ.4,000/-
આ સમગ્ર રોકડ પુરસ્કાર રૂ. 48000/- નું અનુદાન કલાતીર્થ ટ્રસ્ટ સુરતના અધ્યક્ષ શ્રી રમણીકભાઈ ઝાપડિયા દ્વારા આપવામાં આવેલ.
પ્રસંગિક ઉદબોધન બલરાજ પાડલીયા પ્રેસિડેન્ટ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ તથા કાર્યક્રમનો શું ચાલુ સંચાલન ચંદ્રેશ કિશોરે કરેલ
ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટના રંગોત્સવ ’23ના પ્રદર્શન સમિતિના સંયોજક દિનેશ પોરિયા સહ સંયોજક
કરશન ઓડેદરા સહ સંયોજક ધારા જોશી તથા કમલ ગોસ્વામી, સમીર ઓડેદરા,શૈલેષ પરમાર,ક્રિષ્ના ટોડલરમલ, દીપક વિઠલાણી, રણજીત સિસોદિયા,વત્સલ કિશોર તથા નંદિની કિશોરે જહેમત ઉઠાવેલ વિજેતાઓ તથા બધાજ આર્ટિસ્ટને તથા આયોજકોને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર છાયા નગરપાલિકાનાં પ્રમુખ સરજુભાઈ કારીયા,
એડિ.કલેક્ટર રેખાબા સરવૈયા,તથા ચીફ ઑફિસરે અભિનંદન પાઠવી હતી.
ઉપસ્થિત રહેલ સૌ નગરજનો એ કલા પ્રદર્શનની અદભુત કલાકૃતિ નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી