શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ :પોરબંદર જિલ્લાના રતનપર ખાતે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ :પોરબંદર જિલ્લાના રતનપર ખાતે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

રતનપર ખાતે શાળા પ્રવેશોત્સવ શિક્ષણ નો સેવાયજ્ઞ તેમજ સરકારશ્રીના પુરૂષાર્થ ને વાલીઓ તેમજ ગ્રામજનો એ વધાવ્યો હતો. કહેવાય છે કે સાચી કેળવણી વ્યક્તિને એક શ્રેષ્ઠ માર્ગ તરફ દોરી જાય છે વ્યક્તિ ના ઘડતરમાં જો કોઈ મહત્વની બાબત હોય તો તે શિક્ષણ છે બાળક જ્યારે શાળામાં પ્રવેશે અને તેની કેળવણી નું ઘડતર પાયેથી જ કરવામાં આવે તો તે ઉત્તમ વ્યક્તિ બની શકે છે આ માટે બાળકો ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ રહે છે આ અર્થે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાત ના રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે બાળકોના શિક્ષણ ચિંતાને દુર કરવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રાંરભ કરાવ્યો હતો. સરપંચશ્રી રતનપર ગ્રામ પંચાયત દેવશીભાઈ કરશનભાઈ ઓડેદરા ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ટી.ડી.ઓ. મકવાણા સાહેબ, પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી મુરૂભાઈ ખૂંટી, તલાટી મંત્રી કિરણ માવદીયા, શિક્ષકશ્રીઓ કેતનભાઈ રાણીગા, કુસુમબેન ગ્રણાત્રા, લાભુબેન મોકરીયા, અર્ચનાબેન વ્યાસ, પુરીબેન ઓડેદરા, આંગણવાડી શાંતિબેન તેમજ સ્ટાફ, કારભાઈ નથુ, રામભાઈ બાલુ, કાનાભાઈ લખમણ, ભૂરાભાઈ જેઠા, દેવશીભાઈ સામત મોઢવાડીયા, પ્રતાપભાઈ કેશવાલા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને મહેમાનોના વરદ હસ્તે દીપપ્રાગટય સાથે ખુલ્લો મુકવામાં આવેલ ત્યારબાદ સરપંચશ્રી દેવશીભાઈ ઓડેદરા દ્રારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તે પછી પ્રાથમિક શાળા ના બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરેલ ત્યારબાદ સરપંચશ્રી દેવશીભાઈ ઓડેદરા તેમજ મહેમાનો એ નવા પ્રવેશ લઈ રહેલ બાળકોને કુમ-કુમ તિલક કરી શાળામાં પ્રવેશ અપાવેલ સાથે બાળકોને મોઢું મીઠું કરાવી મહેમાનો દ્રારા કીટ અપાવેલ તથા પુન:પ્રવેશ પાત્ર બાળકોને પણ પ્રવેશ અપાવેલ અને બાળકો ને શાળા વતી આવકારાયેલ, શાંતિબેન તેમજ આંગણવાડી સ્ટાફ દ્રારા બાળકોને નાસ્તામાં અપાતી વાનગીઓનું નિદર્શન થયેલ તથા મહેમાનોએ આંગણવાડી બાળકોને પણ આવકારેલ ત્યારબાદ અવલ નંબરે આવેલ બાળકોને પોત્સાહીક ઇનામ આપવામાં આવ્યા ઓજસ્વી વણીમાં પ્રેરક પ્રવચન રજૂ થયેલ ત્યારબાદ કાર્યક્રમ ના પ્રમુખ દેવશીભાઈ ઓડેદરા દ્રારા શિક્ષણ ની જરૂરિયાત પર વિશેષ ભાર આપી બાળકોને આર્શીવાદ આપેલ માન. મકવાણા સાહેબ દ્રારા પ્રસંગને અનુરૂપ પ્રવચન સાથે નવ-પ્રવેશ લઈ રહેલ બાળકોને શુભકામનાઓ આપી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિક્ષક સમગ્ર સ્ટાફ સહિત, શાંતિબેન આંગણવાડી સ્ટાફ તેમજ વગેરેએ સહયોગ આપેલ. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન કેતનભાઈ રાણીગા કરેલ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!