ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખની ઉપસ્થિતિમાં પોરબંદર NSUI ની વિસ્તૃત કારોબારી યોજાઇ !
ભારતનુ સૌથી મોટું વિધાર્થી સંગઠન NSUI જે હંમેશા વિધાર્થીઓ માટે રસ્તાઓ પર લડાઇ લડે છે,બેરોજગાર યુવાનો માટે સરકાર સામે લડત કરે છે. વિધાર્થીઓને ન્યાય અપાવવા માટે જેલમાં જવા અને પોલીસના ડંડાઓ પણ ખાવા તૈયાર હોય છે… પોરબંદર NSUI ની આજ રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં કારોબારી યોજાઇ હતી. ગુજરાતના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત ગાંધી અને સુદામાની ભુમિ પર પધારતા સુતરથી આટી તેમજ સાલ ઓઢાડીને ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીનુ અભિવાદન કરાયું હતું. આ કોરોબારીમા જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ દ્વારા આહ્વાન કરાયું હતું કે આગામી દિવસોમાં સંગઠનને વધુ મજબૂત કરવા તમામ કોલેજોમા વિધાર્થીઓને સંગઠનની વિચારધારાથી માહિતગાર કરી સંગઠનમા જોડાશે,કોલેજ કેમ્પસમા તમામ પ્રશ્નો આવરી લેવામા નવી ટીમોની જાહેરાત કરવામા આવશે જેથી નાનાથી મોટા પ્રશ્નોને હલ કરી શકાશે.. આગામી વિધાનસભાની ચુંટણીમા NSUI ની ભુમિકા મહત્વની રહેશે.. ગુજરાત યુવક કોગ્રેસના મહામંત્રી આદિત્યસિંહ ગોહિલ દ્વારા સંબોધતા કહ્યું હતું કે ગુજરાતમા ઘણા યુવાનો ડ્રગ્સ તરફ વળ્યા છે ગુજરાતમા ડ્રગ્સ ક્યાંથી આવે છે મોટો સવાલ છે આજે NSUI સરકારને પુછે કે કયા સુધી ડ્રગ્સ માફીયાઓને સાવરવામા આવશે ??? આ બાબતને લઇને ગુજરાત NSUI સરકાર સામે વિરોધ કરશે.. ગુજરાત NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા આહ્વાન કરાયું હતું કે ગુજરાતભરમા શાળાની ફી ને લઇને લડત કરાશે, વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે FRC કમિટી માટે ત્રણ સ્લેબ બહાર પડાયા હતા, પ્રાથમિક શાળા માટે ૧૫૦૦૦/- માધ્યમિક માટે ૨૦૦૦૦/- અને ઉચ્ચ માધ્યમિક માટે ૩૦૦૦૦/- આવી રીતે દરખાસ્ત નકકી કરવા જણાવયુ હતું પરંતુ હાલ આ શિક્ષણ માફીયાઓ બેફામ બન્યા છે વાલીઓ પાસે ખાનગી શાળાઓ મનફાવે એટલી ફી ઉઘરાવી રહી છે આ બાબતે ગુજરાત NSUI આગામી દિવસોમાં FRC સામે મોરચો માંડશે, અગ્નિપથ યોજનને લઇને પણ NSUI યુવાનોના સમર્થનમા મેદાનના આવશે.. હાલ પણ રાજ્યમાં ઘણી બેરોજગારી વધી રહી છે સરકાર માત્ર પેપરકાંડો જ કરી રહી છે આ બાબતે પણ યુવાનોને સાથે રાખી લડત કરાશે.. પોરબંદર NSUI હંમેશા વિધાર્થીઓ માટે કોઇ પણ નાના-મોટા પ્રશ્ને સક્રિયતા દાખવતું આવ્યું છે, આગામી દિવસોમાં #Membrship પણ હાથ ધરાશે.. કારોબારી બાદ મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પર પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ પુષ્પાંજલિ અર્પિત કરી ગાંધીજીના જે વિચારો હતા તે વિચારોના વ્યાપ વધારી યુવાનો સુધી પહોંચાડવા સંકલ્પ લીધો હતો… કારોબારીમાં કોગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન સામતભાઈ ઓડેદરા,જિલ્લા કોગ્રેસ પ્રમુખ રામભાઈ ઓડેદરા,પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા,તાલુકા પ્રમુખ રાજુભાઇ ઓડેદરા,ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ વિજયભાઈ બાપોદરા,ગુજરાત NSUI ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, યુવક કોગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર,શહેર યુવક કોગ્રેસ પ્રમુખ હેરી કોટિયા,એસીસેલની ચેરમેન રામભાઈ મારૂ,સહિત પોરબંદર જિલ્લા NSUIની ટીમ ઉપસ્થિત રહી હતી