ભાવસિંહજી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઈઝ ૧૮ કર્મચારીઓને છુટા કરી દેવાતા ભારે રોષ

સિવિલ હોસ્પિટલનો વહિવટ મેડિકલ કોલેજ દ્વારા સંભાળી લેવાયો હોવાથી છુટા કરી દીધાનું બહાર
આવ્યુંઃ કોંગી આગેવાનો હોસ્પિટલે દોડી ગયા બાદ એક મહિનાનો પગાર રોગી કલ્યાણ સમિતિમાંથી
ચૂકવી દેવા થઇ રજૂઆતઃ બાર-પંદર વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને મદદરૂપ બનવા થઇ અપીલ

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બાર-પંદર વર્ષથી કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી તરીકે ફરજ
બજાવતા ૧૮ યુવક-યુવતીઓને છુટા કરી દેવાતા આક્રોશ જોવા મળ્યો હતો અને કોંગી આગેવાન
રામદેવભાઇ મોઢવાડીયા હોસ્પિટલે દોડી ગયા બાદ સિવિલ હોસ્પિટલનો વહિવટ મેડિકલ કોલેજ દ્વારા
સંભાળી લેવાયો હોવાનું બહાર આવ્યું હતું તેથી તેઓને છુટા નહીં કરવાની માંગણી કરવાની સાથે
રજૂઆત
કરીને દરમિયાનગીરી કરવામાં આવી હતી.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ
જણાવ્યું હતું કે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ઇ.સી.જી. ટેકનિશ્યન, લેબ ટેકનિશ્યન
સહિત ઓપરેટરો મળી ૧૮ જેટલા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા. તેઓ બારથી
પંદર વર્ષથી અહીં ફરજ બજાવી રહ્યા છે. પોરબંદરમાં મેડિલક કોલેજ મંજૂર થઇ ગયા બાદ હવે
હોસ્પિટલનું વહિવટી સંચાલન બદલાઇ ગયું હોવાથી રોગી કલ્યાણ સમિતિ તેને પગાર ચૂકવી શકે નહીં
તેમ જણાવીને આ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા આથી તેઓની રજૂઆત મળતા રામદેવભાઇ
મોઢવાડીયા તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા અને અધિકારી તિવારી સહિતનાઓને
રજૂઆત
કરી
હતી કે રોગી કલ્યાણ સમિતિમાં હજુ ૩૯ લાખ રૂપિયા જેટલી રકમ જમા બોલે છે તેથી આ અઢાર
કર્મચારીઓનો બે લાખ જેવો પગાર થાય છે તે ચૂકવી દેવો જોઇએ અને તેઓનો કોન્ટ્રાકટ એક વર્ષ માટે
રીન્યુ કરીને તેમની કામગીરી યથાવત રાખવી જોઇએ કારણકે હોસ્પિટલને ગ્રાન્ટ આવતી ન હોય તો
રોગી કલ્યાણ સમિતિમાંથી પણ પગાર ચુકવી શકે છે પરંતુ તેઓની રોજગારીને અસર થાય તે રીતે
કામગીરી કરવી જોઇએ નહીં. તેવી રજુઆત થઇ હતી અને તેમની મધ્યસ્થીથી ચાલુ મહિને પગારની
ચુકવણી થશે પરંતુ ભવિષ્યમાં તેઓને કોન્ટ્રાકટ બેઇઝ ધોરણે યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી
છે.

ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં આરોગ્યમંત્રીની મુલાકાત સમયે જ આ કર્મચારીઓને છુટા કરી દેવાયા
હોવાનું બહાર આવ્યું હતું અને સ્વાભાવિક રીતે જ આક્રોશ વધ્યો હતો ત્યારે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા
માંગ કરી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!