પોરબંદર મા શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા આજરોજ શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન આ રક્તદાન કેમ્પ માં પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા , પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા , મહામંત્રી અશોકભાઈ મોઢા , પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા ના હસ્તે કેમ્પ ની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ શુભ શરૂઆત કરવા માં આવી.
રક્તદાન ની શરૂઆત માં જ પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી ,મહામંત્રી સંદીપભાઈ પાંજરી , ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા એ રક્તદાન કરી સર્વે યુવાઓ ને રક્તદાન કરવા નો ઉત્સાહ વધારી સર્વે ને રક્તદાન કરવા આહવાન કર્યું ..
ત્યારે રક્તદાન કેમ્પ ની શરૂઆત કરતા જ પોરબંદર ના રક્તદાતાઓ ઉમટી પડ્યા ..
શ્બાબુભાઇ બોખીરીયા , કિરીટભાઈ મોઢવાડીયા , અશોકભાઈ મોઢા , પંકજ ભાઈ મજેઠીયા , ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા , પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રભારી સુરપાલસિંહ ચુડાસમા , જિલ્લા યુવા ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા , પ્રદેશ કારોબારી સભ્ય કિંજન ભાઈ દત્તાણી , પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી , મહામંત્રી સંદીપભાઈ પાંજરી , જગદીશ ભાઈ બાપોદરા , નગરપાલિકા સદસ્યગાંગાભાઇ ઓડેદરા એ વિશેસ હાજરી આપી સૌ રક્તદાતાઓ નો ઉસ્તાહ વધાર્યો , અને આ રક્તદાન કેમ્પ મહારક્તદાન કેમ્પ સાબિત થઇ રહ્યો છે ..