પોરબંદરમાં વાહન અકસ્માત નિવારણ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
તા.૩૦/૦૬/૨૦૨૨
મ્હે.પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.એન.રાઠવા સાહેબ શહેરનાઓના માર્ગદર્શન મુજબ પોરબંદર જીલ્લા ખાતે વધતા જતા અકસ્માત નિવારવા હેતુ થી તા.૩૦/૦૬/૨૦૨૨ ના ક.૦૮/૦૦ થી ક.૦૯/૩૦ વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્રારા પોરબંદર તળપદ પ્રાથમિક શાળામાં માર્ગ અકસ્માત અંગે જાનજાગૃતિ લાવવા માટે બાળકોને વાહન અકસ્માત અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બાળકોને અકસ્માત અંગે તેમજ ટ્રાફિક સેફ્ટી રુલ્સ જેવા કે હેલ્મેટ ફરજીયાત પહેરવો, ફોર વ્હીલ ગાડીમાં શીટ બેલ્ટ ફરજીયાત બાંધવો, ચાલુ વાહને સેલફોન નો ઉપયોગ ન કરવો, નશો કરેલી હાલતમાં વાહન ન ચલવાવુ તેમજ રોંગ સાઇડમાં વાહન ન ચલાવવું તેમજ રોડ ક્રોસ કરતી વખતે રોડ ની આજુ-બાજુ જોઇ રોડ ક્રોસ કરવો જેથી અકસ્માત અટકાવી શકાય તેમજ સ્કુલે મુકવા આવતા માતા-પિતા તેમજ અન્ય કુટુંબના સભ્યોને વાહન ધીમે ચલાવવું તથા સ્કુલે પહોચવાના સમય થી પાંચ-દસ મીનીટ વહેલા નિકળવું જેથી વધુ સ્પીડ થી વાહન ન ચલાવવું પડે જેથી સ્કુલે સરળતાથી પહોચી શકાય.
વિધાર્થીઓને ટ્રાફિક નિયમનના સીમા ચીન્હો વિષે સમજ કરવામાં આવી તેમજ જે વિધાર્થીઓ સ્કુલવાન કે રીક્ષામાં સ્કુલે આવે છે તેવા બાળકોએ વાહનની અંદર વ્યવસ્થીત રીતે બેસી વાહન માંથી હાથ કે માથુ બાર કાઢવું નહી તે અંગેની સમજ પણ કરવામાં આવી. તેમજ પ્રોજેક્ટ દ્રારા અકસ્માત અંગેના વી.ડી.ઓ. બતાવવામાં આવેલ તથા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું.
*સદરહુ ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામમાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર બી.કે. ઝાલા તથા એ.એસ.આઇ. કિરીટભાઇ બી. પરમાર તથા પો.હેડ કો.ન્સ. અશોકભાઇ વી. ગોંડલીયા તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો તથા તળપદ સ્કુલના આચાર્ય તથા અન્ય શિક્ષક ગણ હાજર રહેલ હતા.*