જામનગરમાં દીકરીની હત્યા થઈ હતી તેના પરિવારજનોની મોઢવાડીયા એ લીધી મુલાકાત

જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતી 12 વર્ષીય કિશોરી પાડોશીના ઘરે ટિફિન આપવા ગઈ હતી તે દરમિયાન પાડોશીએ કિશોરી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી હોવાની જધન્ય ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચેલી છે. ત્યારે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જામનગરમાં દિકરીના ઘર જઈને પરિવારને સાંત્વના પાઠવી હતી. અર્જુનભાઈ મોઢવાડિયા પરિવારને સંભવ તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે, સાથે જ નિર્દોષ દિકરીના હત્યારાને દાખલારૂપ કડકમાં કડક સજા થાય તે માટે જરૂરી તમામ પગલા ભરવા સરકારમાં રજુઆતની ખાતરી આપી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!