રાજુલા શહેરમાં સુર્યનમસ્કાર સ્પર્ધા ની તડામાર તૈયારીઓ ધમધમી


રાજુલામાં યોજાનારી સૂર્યનમસ્કાર કોમ્પીટીશન માટે તડામાર તૈયારીચાલી રહી છે જે અંતર્ગત તાજેત માં ખાંભલીયા પ્રા.શાળા માં યોગ અભ્યાસક્રમ વિષે માહિતી આપવામાં આવી હતી તથા શાળાના વિદ્યાર્થીઓ ને સૂર્યનમસ્કારનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો .
રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર માટે ગ્રામ્ય/શહેર/વોર્ડ
શાળા ,કોલેજથી લઇ ઓપન એજ ગ્રુપ માટે સૂર્યનમસ્કાર કોમ્પીટીશન ગુજરાત રાજ્ય યોગબોર્ડ તથા રમતગમત વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ભરમાં અગામી તા :-૧૬/૧૨/૨૦૨૩ થી લઇ તા :-૩૦/૧૨/૨૦૨૩સુધી આયોજન કરવા માં આવ્યું છે. ત્યારે તેના અંતર્ગત તેની તૈયારીનાં ભાગ રૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વરા નિયુક્ત રાજુલાના યોગ કોચ ભૂમિ મજુકોડીયા દ્વારા રાજુલા શહેર તથા ગ્રામ્ય પંથક ની વિવિધ શાળાઓ માં યોગ જાગૃતિ અંગે યોગ સંવાદ તથા સૂર્ય નાસ્કાર કોમ્પીટીશન અંગે શાળા ના બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા ,તથા રાજુલા શહેરીજનો વધુમાં વધુ યોગ વિષે માહિતગાર થાય તથાગુજરાત યોગ બોર્ડ સાથે જોડાઈ યુવાનો તથા બેરોજગારો યોગ ટ્રેનર બની આજીવિકા નો સ્ત્રોત ઉભો કરી શકે તે માટે સાંજે :૫:૩૦ કલાકે સંઘવી શાળા નં :૪ માં યોગ અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે ,
તેમજ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કોમ્પીટીશન ભાગ લેવા માંગતા હોય તેમણે શાળા/તેમજ ઓપન એજ ગ્રુપ માટે આપેલી લીંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા વધુ મહીતી માટે કોચ નો સંપર્ક કરવા નો રહેશે .તેવું યોગ રાજુલા કોચ ભૂમિ મજુકોડીયા દ્વરા અખબારી યાદીમાં જણાવવા માં આવ્યું છે
https://www.gsyb.in/
