પોરબંદર લોકમેળામાં હરરાજી ની પ્રક્રિયા પારદર્શક કરાવવા યુથ કોંગ્રેસ ની માંગ
બંધ કવર પ્રક્રિયા માં ભ્રષ્ટચાર ની આશંકા હોવાથી સીસીટીવી કેમેરા ની નિગરાની માં સમગ્ર કાર્યવાહી થાય તે જરૂરી
પોરબંદર જિલ્લા યુથ કોગ્રેસ ના પ્રમુખ ધર્મેશ પરમારે પ્રાંત અધિકારીને કરેલી રજુઆત માં જણાવ્યું છે કે, પોરબંદર – છાયા નગરપાલિકા દ્વારા પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે પાંચ દિવસીય જન્માષ્ટમીના લોકમેળા યોજવા અંગેની તૈયારીઓ ચાલી રહી છે . આ તૈયારીઓમાં હરરાજીની પ્રક્રિયા પારદર્શક રીતે થાય તેવી અમારી પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત છે . લોકમેળામાં રાઈડસ , સ્ટોલ બજાર માટે હરાજીની પ્રક્રિયા થઈ રહી છે પરંતુ અન્ય વિભાગો માટે બંધ કવરમાં ટેન્ડરીંગ કરવામાં આવી રહયું છે જેની સામે અમારો વિરોધ છે અને તમામ પ્રક્રિયા હરાજીથી જ થવી જોઈએ અને જો તે શક્ય જ ન હોય તો બંધ કવરની બે નકલ લેવામાં આવે જેમાં એક પ્રાંત અધિકારીને સંપવામાં આવે તેમજ બંધ કવર સી.ટી.ટી.વી. કેમેરાની નિગરાનીમાં રાખવામાં આવે અને જયાં સુધી ટેન્ડર પ્રક્રિયા ખુલે નહીં ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી સી.સી.ટી.વી. કેમેરાની નિગરાનીમાં થવી જોઈએ . અમોને પુરી શંકા છે કે , બંધ કવરમાં થનાર પ્રક્રિયામાં ગડબડ થશે અને ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવશે , જેથી યોગ્ય કરવા અમારા દ્વારા આપ સાહેબ સમક્ષ રજુઆત છે . સમગ્ર મેળાનો વહીવટ પારદર્શક રીતે થશે તો તેની યોગ્ય આવક થશે જે લોકહીત માટે વપરાશે જેથી લોકહીતને ધ્યાનમાં રાખી યોગ્ય કરવા રજુઆત છે .