
શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ પોરબંદર યુવક મંડળ તથા મહિલા મંડળ નાં સંયુક્ત ઉપક્રમે “શરદ પૂર્ણિમા રાસોત્સવનું ભવ્ય આયોજન

🙏🌹શ્રી શરદ પૂર્ણિમા :રાસોસત્વ 👌🏿🙏
શ્રી શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ, (જિ. પોરબંદર ), યુવક મંડળ તથા મહિલા મંડળ નાં સંયુક્ત ઉપક્રમે “શરદ પૂર્ણિમા રાસોત્સવ -વિથ ડી. જે. ધમાલ “નું ભવ્ય આયોજન શ્રી વાઘેશ્વરી મંદિર નાં પરિસર માં સમગ્ર જ્ઞાતિ જ્નોની ઉપસ્થિતી માં થયું હતું.
જ્ઞાતિ અગ્રણી ઓ માં શરદભાઈ ગેડીયા, કિરીટભાઈ ધોળકિયા, ઘનશ્યામભાઈ લલાડિયા, કેતનભાઈ ધિણોજા ની રાહબરીમાં મહિલા મંડળ નાં દિવ્યા બેન ધોળકિયા, અલ્કાબેન ગેરિયા, હીનાબેન ભુવા, બીનાબેન મોડાસરા,દિપ્તીબેન ચરાડવા, તેજલબેન રાજપરા, મનાલીબેન ઘેડીયા, રાધિકા બેન ચિકાણી, વગેરે એ સમગ્ર રાસોત્સવ ની જવાબદારી ખંત પૂર્વક નિભાવી હતી,
તમામ ખેલૈયા ઓએ ગૃપ પ્રમાણે ડી. જે. નાં સુમધુર સંગીત નાં તાલે ભારે રમઝટ બોલવી હતી, રંગબેરંગી વિવિધ વેષ ભૂષા પરિધાન કરેલાં ખેલૈયા નાં સર્કલ થી વૃંદાવન ખડું થયું હોય એવાં રોમાંચક દૃષ્ય થી સૌ જ્ઞાતિ જનો ભાવ વિભોર બની ઝૂમી ઉઠ્યાં હતાં. સમગ્ર પરિસર માતાજી નાં જય ઘોષ થી ગુંજી ઉઠ્યું હતું.તેમાંય સિનિયર સીટી જન નાં તાલ બદ્ધ રાસે તો ભારે આકર્ષણ જમાવ્યું હતું.
સમગ્ર યુવક ખેલૈયા ની તથા અન્ય તમામ વ્યવસ્થા ભરત ભાઇ વજાણી, હસમુખભાઈ ઘેડીયા,નિખિલ લલાડિયા, દર્શન ભુવા, મનોજ ગેડીયા, ભાવિન ઘેડીયા, રાજેશ રાજપરા, રાજેશ ગેરિયા, સંદીપ ગુસાણી, વગેરે ની યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
તમામ બાળ ખેલૈયા ઓને અશોક સ્ટેશનરી, ભરવાડીયા પરિવાર, તથા શરદભાઈ ગેડીયા, તરફથી સરપ્રા ઈજ ગિફ્ટ આપવામાં આવેલ.
દાંડિયા શણગાર સ્પર્ધા નાં વિજેતા બહેનો નિધિબેન ગેરિયા, ભાવિકા બેન લલાડિયા, તથા વૈશાલી બેન ગેડીયા ને મહિલા મંડળ તરફથી જ્ઞાતિ અગ્રણી ઓનાં હસ્તે ઇનામ અપાયા હતાં.
સમગ્ર જ્ઞાતિ જનો નાં અલ્પાહાર ની વ્યવસ્થા ગો. વા. પુષ્પાબેન મનસુખલાલ કાનજી ભાઇ રાજપરા (મુંબઈ )નાં સૌજન્ય થી થયેલ હતી.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કનુ ભાઇ ધોળકિયા તથા દિવ્યા બેન ધોળકિયા એ સંભાળ્યું હતું.

