સમાજ ની વિવિધ માંગણીઓ ને લઈ ગાંધીનગર ઉપવાસ પર બેસેલ સાધુ સમાજ ને પોરબંદર ત્રિપાંખ સાધુ સમાજ નું સમર્થન

સમાજ ની વિવિધ માંગણીઓ ને લઈ ગાંધીનગર ઉપવાસ પર બેસેલ સાધુ સમાજ ને પોરબંદર ત્રિપાંખ સાધુ સમાજ નું સમર્થન

ત્રિપાંખ સાધુ સમાજ ગુજરાત રાજ્ય દ્વારા વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે અવારનવાર સરકારને મૌખિક રીતે તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રતિસાદ ન મળતા ગાંધીનગર ખાતે ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા ઉપવાસ કરી રહ્યા છે જેના સમર્થન માં આજે પોરબંદર ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પોરબંદર જિલ્લા કલેકટર ને અવેદન પાઠવવામાં આવ્યું હતું

ત્રિપાંખ સાધુ સમાજ ગુજરાત દવારા છેલ્લે સરકારને તારીખ 5 10 2022 નું સાધુ સમાજ દ્વારા માંગણીઓ સ્વીકારવા મુદત આપેલ જેમાં કોઈ પ્રતિસાદ ન મળતા 6 10 2022 ના રોજ ગુજરાત ભરમાંથી સાધુ સંતોએ પ્રતિક ઉપવાસ માટે ઉપવાસ છાવણી (સત્યાગ્રહ છાવણી) ગાંધીનગર ખાતે એકત્ર થયેલ અને ત્યારે સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સાથે ટેલિફોનિક વાત કરી પ્રતિનિધિઓને 07/ 10/ 2022 ના રોજ મળવા બોલાવેલ અને તારીખ 8 /10 ના રોજ ફરી બોલાવેલ જેમાં મંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં વ્યસ્તતાને કારણે મળી શક્યા નથી હવે તારીખ 13 10 2022 ના રોજ પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત નો સમય આપેલ જે મુલાકાત આખરી તથા સુખદ રહે તથા સાધુ સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા સાધુ સમાજ દ્વારા રાખવામાં આવી છે અને વધુમાં વધુ સાધુ સમાજના હિતમાં જો કોઈ નિર્ણય નહીં લેવાય તો ગુજરાત સાધુ સમાજ દ્વારા ગ્રામ્ય કક્ષાએથી લઈ ગાંધીનગર જઈ ધારણા પ્રદર્શન તથા ઉગ્ર આંદોલન કરીશું તેવી સાધુ સમાજના અગ્રણીઓ ચીમકી આપી હતી ત્યારે સમગ્ર ત્રિપાદ સાધુના આ ઉપવાસ છાવણીને પોરબંદર ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પણ સમર્થન અપાયો હતો અને આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં વીનેશ ગોસ્વામી ,શનિદેવ હાથલા મંદિર પૂજારી ચિરાગ પુરી ગોસ્વામી હરદત પુરી ગોસ્વામી ,નિમેષ ગોંડલીયા ઉપસ્થિત રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!