પોરબંદર NSUI આયોજીત આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વી.જે.મોઢા કોલેજે સ્વઃરાજીવ ગાંધી કીતાબ જીત્યો
દેશના પૂર્વ વડાપ્રધાવ સ્વઃરાજીવ ગાંધીની સ્મૃતિમાં પોરબંદર NSUI દ્વારા આંતર કોલેજ ક્રિકેટ ટુ્ર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં શહેરની ૮ જેટલી કોલેજની ટીમોએ ભાગ લીધો હતો.
પોરબંદરમાંથી હંમેશા ક્રિકેટ ક્ષેત્રમાં આતંરરાષ્ટ્રીય સ્તરે તેમજ રણજી ટ્રોફી સુધી ખેલાડી મળ્યા છે. પોરબંદરના યુવાનોમાં રહેવા પ્રતિભા તેમજ તેમના રહેલું ટેલેન્ટ બહાર લાવવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. હાલ ક્રિકેટ વિશ્વમાં લોકપ્રિય રમત બની રહી છે. તેથી ક્રિકેટ ક્ષેત્રે યુવાનો આગળ આવે તેમજ તેમનામાં રહેલી જે પ્રતિભા છે તે બહાર લાવે તે હેતુ તેમજ તેમને પ્રોત્સાર પુરુ પાડવા માટે NSUI દ્વારા સ્વ:રાજીવ ગાંધી કપ-૨૦૨૪ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે પોરબંદરમાંથી
જયદેવ ઉનડકઠ હાલ આંતરાષ્ટ્રીય ટીમમાં પોતાની સ્થાન ધરાવે છે જે પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમજ ૨૦૨૩ મા પોરબંદર એક ખેલાડીની ઓમાન ટીમમા પણ પસંદગી પામી હતી.ભવિષ્યમાં પણ ક્રિકેટ ક્ષેત્રે હજુ ઘણા યુવાનો આગળ આવશે. સ્વઃરાજીવ કપ-૨૦૨૪ માં કોલેજના ક્રિકેટ રચીયાઓ વચ્ચે ૩ દિવસથી મેદાનમાં રોમાંચક મેચો જોવા મળતા હતા.
આજે ફાઇનલમાં પોરબંદરની સ્વામીનારાયણ નર્સિગ કોલેજ તેમજ વી.જે.મોઢા આઇ.ટી કોલેજ વચ્ચે રોમાંચક મેચ જોવા મળ્યો હતો જેમાં વી.મોઢા આઇ.ટી કોલેજે ૪૬ રને મેચ જીતે સ્વઃરાજીવ ગાંધી કપ-૨૦૨૪ નો કિતાબ પોતાના નામે કર્યો હતો. પુ્રા ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરનાર દેવર્ષ મહેતા જેમણે ૧૯૨ રન બેટથી ફટકાર્યા હતો તેમને બેસ્ટ બેસ્ટમેનનો એવોર્ડ માનનીય ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા હસ્તક અપાયો હતો. તેમજ કરણ ઓડેદરા જેમણે બોલિંગ ખૂબ સારૂ પ્રદર્શન કર્યું હતુ તેમને પણ બેસ્ટ બોલરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ધારાસભ્ય હસ્તક વિજેતા ટીમને પુરસ્કાર તેમજ સ્વઃરાજીવ ગાંધી કપ એનાયત કરાયો હતો, રનર્સ અપ ટીમને ટ્રોફી એનાયત કરી ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતુ તમે હાર્યા નથી તમે પણ જીત્યા છો, મેદનીને પર જે પણ લોકોએ ભાગ લીધો છે તે તમામ જીત્યા છે. પોરબંદર NSUI દ્વારા સ્વઃરાજીવ ગાંધીની સ્મૃતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ તે બદલ ગુજરાત NSUI મહામંત્રી કિશન રાઠોડ અને તેમની ટીમ જયદિપ સોલંકી,રાજ પોપટ,પાર્થ ઉનડકઠ,દિવ્યેશ કોટેચા,આકાશ કારિયા,યશરાજ ચુડાસમા સહિતનાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ટુર્નામેન્ટમાં સારી અને નિર્ણયાક અમ્પાયરિંગ કરવા બદલ ગોઢાણિયા કોલેજના નિરવ દતાણી સાહેબ તેમજ જીગ્નેશ સોલંકી સાહેબને પણ બિરદાવામાં આવ્યા હતા