બોરડી ગામે 39 માં તબક્કાની ગ્રામ સભા મા વિકાસ કામો ની ચર્ચા : ભારતીય બેઠક વ્યવસ્થા મા સાદગીપૂર્ણ આયોજન થયું
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે સરપંચ સાંગાભાઈ મોરીના અધ્યક્ષસ્થાને ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામસભાનુ સંચાલન તલાટી મંત્રી આશિષભાઈ અમલાણી દ્રારા કરવામાં આવ્યું હતું.ગામના જાગૃત સરપંચ શ્રી સાંગાભાઈ મોરી દ્ધારા ગામના વિકાસકામોની અને હવે પછીના અલગ અલગ યોજના અંતર્ગત કરવાના વિકાસ કામની અને યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
બોરડી ગામે 39 માં તબક્કાની ગ્રામ સભા મા વિકાસ કામો ની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગ્રામસભાનુ ભારતીય બેઠક વ્યવસ્થા મા સાદગીપૂર્ણ આયોજન થયું. તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર દ્વારા બોરડી ગામના લોકો ને સમયસર વેરા વસુલાત ભરી ગામના વિકાસમા સહયોગ આપવાની અપીલ કરી ગ્રામ પંચાયતની જાગૃતતા ને અભિનંદન આપ્યા હતા.ગ્રામસભામા તાલુકા વિકાસ અધિકારીશ્રી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી, આરોગ્ય કમૅચારીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, આશા વર્કર સહિત ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.