પોરબંદર તાજાવાલા હોલ ખાતે “શિક્ષા અધિકાર સંમેલન” યોજાયુ, પોરબંદર NSUI દ્વારા આયોજન કરાયું
ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા અને ગુજરાત NSUI પ્રમુખે વિધાર્થીઓ સાથે સંવાદ કર્યો પોરબંદર NSUI હંમેશા વિધાર્થીઓના પ્રશ્નને લઇને સક્રિય ભૂમિકામાં હોય છે, નાના-મોટા પ્રશ્ને હંમેશા શાળા-કોલેજના વિધાર્થી માટે આક્રમક મૂડમા હોય છે.. સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહી સતત કાર્યશીલ દાખવતું પોરબંદર જિલ્લા NSUI નું સંગઠન છે.. આજ રોજ ગુજરાત કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા સહિત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે ગુજરાત NSUI પ્રભારી ઉપસ્થિતિમાં “શિક્ષા અધિકાર સંમેલન” યોજાયુ હતું.. હાલ રાજ્યમા શિક્ષણનું દિવસે-દિવસે ખાનગીકરણ તેમજ શિક્ષણ માફીયાઓને રાજ્ય સરકાર દ્વારા બેફામ ફી વધારા મંજૂરીઓ આપી દિધી છે તેમને લઇને વિધાર્થીઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભોગવી રહયા છે, સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર કૌભાંડો હોય કે યુનિવર્સિટીમાં પેપરલીકનો મામલો હોય રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક કૌભાંડીઓને સાવરતી હોય તેવું દેખાઈ રહ્યું છે.. થોડા દિવસ પહેલા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટના કૌભાંડો હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકનો મામલો હજુ સુધી આ બાબત બન્ને યુનિવર્સિટીમાં હકીકત સામે આવી નથી.. ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જૂનભાઇ મોઢવાડિયા દ્વારા સરકાર પ્રહાર કરતા કહ્યું હતું કે આ સરકારે રાજ્યમા કોઇ પણ નવી સરકારી શાળાઓ ખોલી નથી, નવી સરકારી કોલેજો ૨૭ વર્ષના શાસનમાં આપી નથી.. પોરબંદરમા પણ સારી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે ભાવસિહજી ટેકનિકલ હોય કે મિડિલ સ્કૂલ જયા ગામના સારા લોકોએ અભ્યાસ કર્યો છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે, ગામડાઓમા સ્કૂલોને મર્જ કરી ઘણી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.. શિક્ષણને આ સરકારે વેપાર બનાવી દીધો છે… ગુજરાત NSUI પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે શ્રી રાહુલ ગાંધી દ્વારા વિધાર્થીઓને લઇને જે વચનો આપવામા આવ્યા છે જેમ કે રાજ્યમા બેરોજગાર યુવાનોને ૩૦૦૦ ભથ્થું, રાજ્યમા સરકારી નવી શાળા ખોલવી તેમજ ૧૦ લાખ યુવાનોને નોકરી આપી જેવા વચનો વિધાર્થીઓને કરવામાં આવ્યા હતી કોગ્રેસની સરકાર બનતા જ રાહુલજી ના વિધાર્થીઓને લઇને જે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમને લાગુ કરવામાં આવશે કોલેજોમા વેકેશન હોવા છતા પણ આજે ૫૦૦ થી વધુ વિધાર્થીઓ “ શિક્ષા અધિકાર સંમેલન” મા જોડાયા હતા. આ જોતા લાગી રહ્યું છે કે યુવાનોએ પણ હવે મક્કમતા દાખવીને ૨૭ વર્ષથી રાજ્યમા જે શિક્ષણનું સ્તર નીચે જઇ રહ્યું છે તેમને હવે બદલાવાનો સમય આવી ગયો છે તેવું નક્કી કરી લીધું છે..અર્જૂનભાઇ તુમ આગે બઢો હમ્મ તુમ્હારે સાથ હૈ ના નારા પણ વિધાર્થી યુવાઓ લગાવ્યાં હતા આવનારો સમય હવે યુવાનોનો છે યુવાનો જ દેશમાં બદલાવ લાવી શકે તેમ છે.. સંમેલનમાં સામતભાઈ ઓડેદરા,રામદેવભાઈ મોઢવાડિયા,રામભાઈ ઓડેદરા,અતુલભાઇ કારિયા,વિજયભાઈ બાપોદરા,જીતુભાઈ આગઠ,રાજુભાઇ ઓડેદરા,નાથાભાઈ ઓડેદરા,ધર્મેશભાઈ પરમાર,લાખણશી ગોરાણીયા,હંસાબેન,ભારતીબેન,મણીબેન સહિત હાજર રહ્યા હતા.