લાયન્સ કલબ પોરબંદર દ્વારા “કૌસ્તુભમ્ ” શપથ સમારોહ યોજાયો
લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.06-07-2024 શનિવારના રોજ તન્ના હોલ,પોરબંદરમાં “કૌસ્તુભમ્ ” શપથ સમારોહ યોજાયો
તા.06-07-2024 શનિવારના રોજ તન્ના હોલ,પોરબંદરમાં આગામી વર્ષ 2024-2025ના નવા સુકાનીઓ માટે “કૌસ્તુભમ્ ” શપથ સમારોહ રાખવામાં આવેલ.
પ્રિસાઈડીંગ ઓફિસર લાયન નિધિ શાહ મોઢવાડીયા એ કોલ ટુ ઓર્ડર કરી આ સમારોહ ખુલ્લો મુકવામાં આવ્યો.
લાયન પ્રજ્ઞા ગજ્જર દ્વારા લાયન્સ ફ્લેગ સેલ્યુટે શન તથા મિશન સ્ટેટમેન્ટ બોલાવાયું હતું.
મંગલદીપ પ્રાગટ્ય તથા પધારેલ મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.
વર્ષ 2023-2024 ના વર્ષમાં કરવામાં આવેલ 400થી વધુ સેવાકીય પ્રવૃતિઓ ની આછેરી ઝલક કલબ પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડિયા દ્વારા પીપીટી મારફત બતાવવા માં આવી.
ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ડીસ્ટ્રીકટ ગવર્નર MJF લાયન ભરતભાઈ બાવીસી એ વર્ષ 2024-25 ના લાયન્સ ક્લબ પોરબંદર,લાયન્સ કલબ પ્રાઈડ, લિયો ક્લબ પોરબંદર પર્લ,લાયન્સ કલબ કબ ના પ્રેસિડેન્ટ,સેક્રેટરી તથા ટ્રેઝરર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને શપથ ગ્રહણ કરાવેલ હતો..
સેકંડ વાઈસ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન ડો.હાર્દિક મેહતા એ ઇંડકશન ઓફિસર તરીકે સેવા આપી નવા સૌરાષ્ટ્ર કચ્છ અખિલ બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ઠાકર વિધિવત લાયન સભ્ય તરીકે પ્રવેશ કરાવ્યો હતો. અને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે નવા આવેલ સભ્યશ્રીને દરેક કાર્યક્રમ અને મીટીંગ માં હાજર રાખવાની જવાબદારીના સ્પોન્સર ની રહેશે.
પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું,કે નારી શક્તિ ને યોગ્ય ખીલવવા થી તે સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે.લાયન્સ કલબ ઇન્ટર નેશનલ સંસ્થા છે,તેમની સેવા કરવા હર હંમેશ તત્પર રહે તેવા શુભ આશિષ પાઠવેલ.
ડીસ્ટ્રીકટ ગવર્નર MJF લાયન ભરતભાઈ બાવીસીએ લાયન્સ કલબનો પરિચય આપતાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે લાયન્સ કલબમાં કોઈ વ્યક્તિનું નામ નહિ પણ લાયન્સ કલબના લોગોને બ્રાન્ડ બનાવો,આવતા વર્ષે આ સમયે લાયન્સ કલબ પોરબંદરે કરેલ સર્વ શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃતિઓનો લાભ મળેલ તે જાણી ખુબ ખુશી થાય.
વર્ષ 2024 -2025 ના પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમારે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે ઇન્ટર નેશનલ સંસ્થા ના પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવીશ, પોતાના વારસામાં મળેલ સેવા કરવાના ગુણ નો લાભ આમ જનતાને વધુ મળે તેવા પ્રયત્ન રહેશે.
આગામી વર્ષ 2024-2025 પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર,સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, ટ્રેઝરર લાયન નિલેશભાઈ કારાવદરા,જોઈન્ટ સેક્રેટરી લાયન ગોપાલભાઈ લોઢારી, તેમ જ લાયન્સ ક્લબ પોરબંદર પ્રાઈડ ના પ્રમુખ સંજયભાઈ માલી , લીઓ ક્લબ પોરબંદર પર્લ ના પ્રમુખ ઋષિકા હાથી ની નિમણુક કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ ગવર્નર MJF લાયન ભરતભાઈ બાવીસી, સેકન્ડ વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન ડોક્ટર હાર્દિકભાઈ મહેતા, ઇમિડીયેટ પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજા, લાયન વિનોદભાઈ દત્તાણી,સિનિયર મોસ્ટ લાયન ડો.સુરેશ ગાંધી સાહેબ, ઇમીડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ તેમ જ રીજીયન 5 ની સુકાની સંભાળનાર લાયન નિધિ શાહ મોઢવાડીયા, ઝોન 11ના ચેર પર્સન લાયન ભાવિકભાઈ કામદાર તથા પોરબંદર ના અગ્રણી અનિલભાઈ કારીયા, દિલીપભાઈ ગાજરા , ભારત વિકાસ પરિષદ પોરબંદર ના પ્રમુખ રણજીત મોઢવાડિયા, તથા તમામ લાયન મિત્રો અને શહેર ના નામાંકીત મહાનુભાવો હાજર રહેલ…પીડીજી લાયન સુરેશભાઈ કોઠારી એ ટેલીફોનીક આશીર્વચન આપેલ.
ઇમિડીયેટ પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજા તરફથી ડીસ્ટ્રીકટ ગવર્નર MJF લાયન ભરતભાઈ બાવીસી, સેકન્ડ વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન ડોક્ટર હાર્દિકભાઈ મહેતા,રીજીયન 5ના રીજીયન ચેરપર્સન લાયન નિધિબેન શાહ મોઢવાડિયા,ઝોન 11ના ચેર પર્સન લાયન ભાવિકભાઈ કામદા ને મોમેંટો આપી નવાજ્યા હતા.
લીઓ કબ ક્લબ પોરબંદર ના પ્રેસિડેન્ટ શ્લોક દત્તાણી,સેક્રેટરી પાર્થી મોઢવાડિયાને પિન પહેરાવવા માં આવી હતી.
આભાર વિધિ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી એ કરેલ હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન વ્રજલાલ સામાણી,લાયન જીતેશ રાયઠઠ્ઠા તથા લાયન કેતનભાઈ હીન્ડોચાએ કરેલ હતું.
કાર્યક્રમના અંતે સૌએ સ્વાદિષ્ટ ભોજન સહ પરિવાર આસ્વાદ માણેલ હતો..