
કોને મળશે રાજયોગ !!ભારતીય જનતા પાર્ટી ના નિરીક્ષકો એ પોરબંદર ખાતે હોદેદારો-કાર્યકરો ને સાંભળ્યા

પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી 7 અને કુતિયાણા વિધાનસભા માંથી 6 દાવેદારો એ નિરીક્ષકો પાસે પ્રસ્તાવ મુક્યો
ભારતીય જનતા પાર્ટી ના નિરીક્ષકઓ રાજ્ય સરકાર ના મંત્રી કિરીટ સિંહ રાણા, ભાજપ ના પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, મહિલા મોરચા ના પ્રદેશ અધ્યક્ષા ડો. દીપિકાબેન સરડવા એ આજ રોજ તા. 27 ઓક્ટોબરે પોરબંદર ખાતે વિધાન સભાની ચૂંટણી લડવા ઇચ્છનાર અને ભાજપ માંથી દાવેદારી કરનાર ને અને કાર્યકરો-હોદેદારો ને સાંભળ્યા હતા.
પોરબંદર વિધાનસભામાંથી 7 અને કુતિયાણા બેઠક ઉપર થી 6 આગેવાનો એ કમળ ના ચિહ્નન ઉપર ચૂંટણી લડવા દાવેદારી કરી હતી.
ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ ને મોકલવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ નામ જાહેર કરવામાં આવશે.
Please follow and like us:
CATEGORIES Porbandar
