પોરબંદર માં પોલીસ સંભારણા દિન તથા રાષ્ટ્રીય એકતા દિન ઉજવણીના ભાગ રૂપે નિબંધ સ્પર્ધા નું આયોજન
આજરોજ પોલીસ હેડ ક્વાર્ટર પોરબંદર ખાતે પોલીસ સંભારણા દિન તથા રાષ્ટ્રીય એકતા દિન ઉજવણીના ભાગ રૂપે નિબંધ સ્પર્ધા નું આયોજન કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
પોલીસ શહીદ સંભારણા દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનાં ભાગરૂપે તા.૨૮/૧૦/૨૦૨૨ નાં રોજ ધો. ૫ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓની ” રાષ્ટ્ર નિર્માણમાં પોલીસની ભૂમિકા “ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વી. જે. મદ્રેસા બોયઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દૂફાની ગુલામ મયુનુદ્દીન સુમારભાઈ એ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે બદલ મદ્રેસા સંકુલ તરફથી ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા, પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની અને સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.
Please follow and like us:
CATEGORIES Porbandar