પોરબંદરના ધારાસભ્ય બન્યા એક દિવસના શિક્ષક, એમ.કે ગાંધી સ્કુલના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી
પોરબંદર અને ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા ગુજરાત વિધાનસભામાં ગર્જના કરનાર માનનીય ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયાએ જન્મદિવસની ઉજવણી સ્કુલના બાળકો સાથે કરી,એક દિવસના શિક્ષક બની સ્કુલમાં બાળકોને ભવિષ્યમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. વર્ગખંડમા બાળકો સાથે કેક કટિંગ કરતા તાડીઓના ગડગડાટ અને Happy Birthday Sir ની ગુંજ વર્ગખંડમા ગુંજી ઉઠી.. શિક્ષક હંમેશા બાળક/વિધાર્થીના જીવનમાં રંગ પુરવાનુ કામ કરે છે, બાળકનું ઘડતર માતા-પિતા કરતા જ હોય છે પરંતુ જીવનમાં પોતાનું ઘડતર કઇ રીતે તે જો કોઇ કામ કરતું હોય તો તે શિક્ષક છે.. માનનીય ધારાસભ્યશ્રી હંમેશા શિક્ષણ પ્રેમી રહ્યા છે શિક્ષણને હંમેશા પોરબંદર પંથમાં પણ અગ્રિમતા આપી છે.. આજે તેમના જન્મદિવસની ઉજવણી એમ.કે ગાંધી ઇંગ્લિશ મિડિય સ્કુલમાં ધોરણ-૮ ની વિધાર્થીનીઓ સાથે કરી.. વર્ગખંડમા ૩૦ મિનિટનો એક વિષય પર લેક્ચર માનનીય ધારાસભ્યશ્રી દ્વારા લેવામા આવ્યો. પરિક્ષાને મિત્ર બનાવી લો તેવું ધારાસભ્યશ્રીએ વિધાર્થીઓને કહ્યું ! હંમેશા બાળકો/વિધાર્થીઓ પાસેથી કઇ શીખવા મળતું હોય છે તેવું ધારાસભ્યશ્રી એ જણાવ્યું, એમ.કે ગાંધી ઇંગ્લિશ મિડિય સ્કુલમા શિક્ષકો સાથે પણ સ્કુલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી સ્કુલમાં કાયમી ધોરણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તે માટે થઇ વિધાનસભામાં સરકાર સમક્ષ રજૂઆત કરશે .. ગ્રાન્ટીની માધ્યમિકમા પણ બિલ્ડીંગ બાબતે વ્યવસ્થા કરવા તેમજ નવી બિલ્ડીંગ માટે સરકાર પાસે રજૂઆત કરી વહેલી તકે મળી રહે તે માટે પુરતા પ્રયાસ કરવામાં આશ્વાસન આપવામા આવ્યું હતું.. શિક્ષકો દ્વારા પણ માનનીય ધારાસભ્યશ્રી અર્જૂનભાઇ મોઢવાડિયાનુ પુષ્પગુથ તેમજ સાલ ઓઢાળી અભિવાદન કરી જન્મદિવસની શુભકામનાઓ આપવામા આવી હતી ! ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ, યશરાજસિંહ જાડેજા તેમજ પોરબંદર NSUI ટીમના જયદિપ સોલંકી,રાજ પોપટ,ચિરગા ચાંચિયા,યશ ઓઝા,સાહિલ વાજા સહિત ટીમ હાજર રહ્યા હતા .