પાયોનિયર લેડીસ વિંગ દ્વારા ક્લબ નાં બહેનો માટે વિવિધ રમતો (ઇન્ડોર ગેમ્સ)નુ આયોજન કરાયું
તા.15/06/2024 ના રોજ પાયોનિયર લેડીસ વિંગ દ્વારા ક્લબ નાં બહેનો માટે વિવિધ રમતો (ઇન્ડોર ગેમ્સ)નુ આયોજન કરવામાં આવ્યું હતું અને બહેનો ખૂબજ ઉત્સાહ થી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, બહેનોને ખાસ વેકેશન કે રજા તો હોતી નથી અને આખો દિવસ કામ માં વ્યસ્ત રહેતા હોય છે,ઘર પરિવાર અને બાળકો ની જવાબદારી પણ હોય છે તો રુટીન કામ માંથી થોડુ ચેન્જ મળે અને આનંદ નીરાંત અને હળવાશ માણી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બહેનો જુદી જુદી રમતો રમ્યા હતા, અંતાક્ષરી,પાસીંગ ધ પાર્સલ, ટમેટું… ટમેટું , મ્યુઝિકલ ચેર લીંબુ ચમચી વગેરે રમતો રમ્યા હતા અને બહેનો એ ખૂબ જ આનંદ કર્યો હતો, અત્યાર ના સમય માં આખો દિવસ બધા મોબાઈલ અને ટી.વી. માં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે આ વિસરાઈ ગયેલી રમતો ફરી યાદ આવે તે માટે વિવિધ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી ઉંમરના વડિલ બહેનો એ પણ ભાગ લીધો હતો અને તેમના બાળપણના દિવસોને યાદ કર્યા હતા ઉપસ્થિત બહેનોએ આ પ્રકારના કાર્યક્રમ ને ખુબ જ વખાણ્યો હતો અને તેમના પ્રતિભાવો આપ્યા હતા કે આવા કાર્યક્રમો સમયાંતરે થવા જોઈએ જેથી કરીને બહેનો ને રુટીન કામ માંથી ચેન્જ મળે.
આ કાર્યક્રમ માં લિલાબેન મોતીવરસ,ઉમાબેન ખોરાવા
ક્રિષ્નાબેન ઠાકર,ઉર્મિલાબેન સાકરીયા,નીલાબેન થાનકી
બીનાબેન માંડલિયા,
ખુશ્બૂબેન માંડલીયા,
જુલીબેન દાવડા,મનીષાબેન મોનાણી,સ્મિતાબેન બરીદુન,
મીનાબેન કોટીયા,દિપ્તીબેન રાયમગીયા,પારુલબેન માંડલિયા,હર્ષાબેન રુઘાણી
દિપાબેન પલાણ,રશ્મીબેન સોઢા,જલ્પાબેન જુંગી,
રસીલાબેન,નીતાબેન મોરજરીયા અને મીનાક્ષી બેન ગજ્જર તેમજ ઝુરીબાગ ના વિસ્તાર ના બહેનોએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ જુદી જુદી રમતોમાં ઉમાબેન ખોરાવા,દીપ્તિબેન રાયમગીયા અને ખુશ્બૂબેન માંડલીયા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.તેમને ઇનામ આપી સન્માનવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં હાજર સર્વે મેમ્બર્સ અને ઝુરીબાગ વિસ્તારમાંથી આવેલ તમામ બહેનો માટે ચા-પાણી,નાસ્તો અને ઠંડપીણાં ની વ્યવસ્થા રાખવામાં આવેલ.
આ આયોજન પાયોનિયર ક્લબના ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા અને લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગ કરવામાં આવ્યું હતું.