પોરબંદર કરાટે સ્પર્ધા માટે ઓફીસીયલ સેમિનાર સફળતા પૂર્વક સંપન્ન

એકસ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી તથા કરાટેડો એસોસિએશન પોરબંદર કરાટે સ્પર્ધા માટે ઓફીસીયલ સેમિનાર સફળતા પૂર્વક સંપન્ન

– નિહોન સુબુકાઈ શીટોર્યું કરાટેડો જાપાન ની ઇન્ડિયા શાખાના પ્રેસિડેન્ટ શિહાન વિજય ભટ્ટ દ્વારા પ્રશિક્ષણ પૂરું પાડ્યું.
-ટ્રેનિંગ પૂર્ણ કરનાર ને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવેલ

તાજેતરમાં એક્સ્ત્રિમ ફિટનેસ કેર ખાતે આગામી ખેલ મહાકુંભ તેમજ અન્ય કરાટે સ્પર્ધાને ધ્યાનમાં રાખી સ્પર્ધા ના આયોજન તેમજ કરાટે રમત સ્પર્ધા માં નવા ઉમેરાયેલા નિયમો વિશે નું માર્ગદર્શન અને ટ્રેનિંગ સેમિનાર નું આયોજન એકત્રીમ માર્શલ આર્ટ્સ, કરાટેડો એસોસિએશન પોરબંદર અને નિહોન શબુકાઈ શિટોર્યુ ઇન્ડિયા પોરબંદર શાખા ના સહયોગ થી યોજાયેલ જેમાં કરાટે ના નિષ્ણાંત
અખિલ ગુજરાત કરાટે એસોસિએશનના પ્રમુખ અને નિહોન શૂબુકાઈ શિટોર્યુ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ ક્યોશી વિજયકુમાર ભટ્ટે ઓફિસ્યલ ટ્રેનીંગ સેમિનારમાં ભાગ લેનાર તમામ ને સ્કોરિંગ એરિયા સાથે કુમીતે રૂલ્સ અને કુમીતે માં સીક્સ માપદંડ, ગુડફોર્મ, વિંગોરૂસ સ્પોર્ટિગઅતિત્યુદ, વિગોરસ એપ્લીકેશન, ઝેન્સિન, ગુડ ટાઈમીંગ જીલ સાથે વિવિધ નિયમોનો અને ઓફિશ્યલ પેનલ ની ફરજોનું જ્ઞાન અપાયું હતું. તેમજ સિ વોનિંગ અને પેનલ્ટીના નિયમો સમજાવી ટ્રેનિંગ આપી હતી .

ટ્રેનિંગ પૂર્ણ કરનાર ઓફિશ્યલ માં
મહેશ મોતિવરસ,સુનીલ ડાકી,મિલાપ લોઢારી,શ્રેયસ કોટિયા,નયન જેઠવા,યશ ડોડીયા
મોહિત મઢવી,હેબિત મલેક
યશ સલેટ,અંજલિ ગંધ્રોકિયા,ક્રિષ્ના મહેતા,
ધ્વનિ સલેટ,ક્રિશિકા કોટિયા
મીરા પંડ્યા,પાયલ ચામડિયા
હિના ભરડા,પાયલ કાઠી
વિશ્વા ગોહેલ,સંધ્યા પાંડાવદરા
કિંજલ હોદાર,ખુશ્બુ દાઉદિયા,ગીત તોરણીયા,સ્નેહા કોટિયા, જાનવી પાનખાણીયા,રાધિકા દવે,આકાશ બામણીયા,રુદ્ર ચોટાઈ, પાર્થ મકવાણા વગેરે એ ટ્રેનિંગ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ આ તમામને કરાટેડો એસોસિએશન ના પ્રેસિડેન્ટ કેતન કોટિયા,સેક્રેટરી સૂરજ મસાણી ,નિશા કોટિયા, સેંસાઈ મહેશ મોતીવરસ અને ક્યોશી વિજય ભટ્ટ એ
શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!