6 થી 10 સપ્ટેમ્બર સુધી પોરબંદરમાં યોજાશે જન્માષ્ટમી લોકમેળો

પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના ચોપાટી મેદાન ખાતે આગામી 6 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ જન્માષ્ટમી લોકમેળાના આયોજન અંગે જાહેર કરવામાં આવ્યો હતો.

પોરબંદર છાયા નગરપાલિકા ના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં જન્માષ્ટમી લોકમેળા સમિતિના સુરેશભાઈ થાનકી દ્વારા આગામી લોકમેળા અંગે માહિતી આપવામાં આવી હતી સુરેશભાઈ થાનકી એ પત્રકારોને જણાવ્યું હતું કે પોરબંદરની ઉત્સવ પ્રિય જનતાના ઉત્સાહ અને ઉમંગ વધારવા દર વર્ષ કરતાં આ મેળો અલગ હશે કારણ કે વર્ષોથી જુના લઈ આવત પ્રમાણે સ્ટોલ ટ્રાફિકની વ્યવસ્થા માં અનેક સમસ્યા પડતી હતી આ સમસ્યા નિવારવા માટે ચોપાટી મેદાનની ગ્રાઉન્ડની ડિજિટલ માપણી કરી જૂના નકશા ને બદલે નવા ડિજિટલ નકશા પ્રમાણે ટોલની ફાળવણી કરવામાં આવશે આ ઉપરાંત ટ્રાફિક ની સમસ્યા પણ હલ થશે ત્યારે અલગ અલગ 24 જેટલી કેટેગરી માં 393 પ્લોટ ની હરાજી કરવામાં આવશે અને મેળામાં આંતરિક રસ્તા 50 ફૂટ પહોળાઈ રાખવામાં આવી છે આ ઉપરાંત સમગ્ર મેળાના કેન્દ્રમાં વિશાળ તે જ ની વ્યવસ્થા રાખવામાં આવી છે દર વર્ષે સ્ટેજ નો વિસ્તાર 1000 ચોરસ મીટર રાખવામાં આવતો હતો પરંતુ આ વખતે 11,78 ચોરસ મીટર નો વિસ્તાર વધારવામાં આવ્યો છે. જેથી લોકો આરામથી હરિફરી શકે.

લોકોના મનોરંજનને ધ્યાને રાખી પાંચ દિવસ સુધી પ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળામાં તારીખ 6 સપ્ટેમ્બર ના રોજ સ્થાનિક કલાકારો નો સતરંગી કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત સાત સપ્ટેમ્બર ના રોજ હાસ્ય દરબાર અને આઠ સપ્ટેમ્બર ના રોજ શ્રીનાથજી ની ઝાંખી તથા 9 સપ્ટેમ્બર ના રોજ લોકસંગીત લોક ડાયરો યોજાશે આ ઉપરાંત 10 સપ્ટેમ્બર ના રોજ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા નો કાર્યક્રમ યોજાશે.

લોકોની સલામતી અને સુરક્ષા માટે અઢીસોથી વધુ સીસીટીવી કેમેરા દ્વારા ચાપતી નજર રખાશે

પોરબંદર ના ચોપાટી મેદાનમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે ચોરી તથા અન્ય કોઈ બનાવો ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે આ ઉપરાંત 250 થી વધુ સીસીટીવી કેમેરા રાખવામાં આવશે સમગ્ર મેદાનમાં 30થી વધુ વોચ ટાવર રાખવામાં આવશે અને પોલીસ દ્વારા પણ જાગતો બંદોબસ્ત રાખવામાં આવશે.

લોકોના સ્વાસ્થ્ય જાળવણી માટે સફાઈ અને ફૂડ કંટ્રોલ ટીમ ખડે પગે રહેશે

લોકોનું સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખી પોરબંદર નગરપાલિકા દ્વારા કડક રીતે ફૂડ ચેકિંગ કરવામાં આવશે અને સફાઈની વ્યવસ્થાની ટીમ તથા ફૂડ કન્ટ્રોલ ટીમ અને માર્કેટ ટીમ ખડે પગે રહેશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ લોકો આરામથી નિહાળી શકે તે માટે એલઈડી સ્ક્રીન રાખવામાં આવશે

પોરબંદરના લોકમેળામાં દેશ વિદેશમાં વસતા લોકો પોરબંદરના મેળા નો લાહોર લઈ શકે તે માટે સોશિયલ મીડિયા youtube facebook instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેળાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો માણી શકે તે માટે મેળાના મેદાનમાં અને ચોપાટી પર એલીડી સ્ક્રીન ની વ્યવસ્થા કરવામાં આવશે પોરબંદર પંથકના લોકો જન્માષ્ટમી લોકમેળો 2023 સુરક્ષા સલામતી સાથે ઉત્સાહપૂર્વક માણી શકે અને સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાય એવું આયોજન આ વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે તેમ પોરબંદર નગરપાલિકા ના જન્માષ્ટમી લોકમેળા સમિતિના સુરેશભાઈ થાનકી એ જણાવ્યું હતું

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!