પોરબંદર ના સુભાષ નગર ના આનંદ હોલ ખાતે પર્યાવરણ ની શુદ્ધિ માટે વૈદિક યજ્ઞ નું આયોજન સંપન્ન
આર્ય સમાજ પોરબંદર દ્વારા પોરબંદર ના સુભાષ નગર ના આનંદ હોલ ખાતે પર્યાવરણ ની શુદ્ધિ માટે વૈદિક યજ્ઞ નું આયોજન સંપન્ન પોરબંદર : વૈ દીક સંસ્કૃતિ ના પ્રચાર પ્રસાર માટે અનેક વિધિ પ્રવુતિ માં પોરબંદર જિલ્લા અનોખું સ્થાન ધરાવતા પોરબંદર ના આર્ય સમાજ દ્વારા વેદ બધા માનવ કર્તવ્યો ને પ્રેરણા આપે છે વિશ્વના બધા
મનુષયને શ્રેષ્ઠ સદા ચારી બનાવવા એ ધ્યય મંત્ર સાથે મહર્ષિ દયા નંદ સરસ્વતી ની 200 મી જન્મ જ્યંતી ની ઉજવણી ના ઉપલક્ષમા તાજેતરમા સાપ્તાહિક સત્સંગ ( હવન યજ્ઞ) નુ પોરબંદર ના સુભાષ નગર ના વણાંક બારા વિસ્તારમાં આવેલ આનંદ હોલ ખાતે વૈદિક યજ્ઞ નું આયોજન કરવા માં આવેલ છે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય એ આર્ય સમાજ ની આધ્યાત્મિક અને સેવાકીયલ તેમજ યજ્ઞ પ્રવૃર્તિ ની રૂપરે ખાઆપી સૌ મહાનુભાવો ને આવકાર્ય આપ્યો હતો વિશ્વના માનવ માત્ર ના કલ્યાણ અને સુખાકારી માટે, કુટુંબ પરિવાર માં સુખ સમૃદ્ધિ અને પરિયાવરણ માં હવા. પાણી આકાશ અને જમીન ના શુદ્ધિ કરણ ના ઉમદા હેતુ સર આ સાપ્તાહિક સત્સંગ ( હવન -યજ્ઞ ) નું આયોજન કરવામાં આવેલ છે યુગ પ્રવૃર્તક મહર્ષિ દયાનદ સરસ્વતી એ “ વેદો તરફ પાછા વળો “ નો સંદેશ આપ્યો હતો વેદો એ પ્ર કૃ તિ એ જં દેવ છે આપણા ઋષિ મુનિઓ હોમ હવન યજ્ઞ કાર્ય કરી પરિયાવરણ નું રક્ષણ કરવું એ ઈશ્વરીય કાર્ય માનતા હતાં આજ ના ભૌતિક યુગ વિશ્વ પર્યાવરણ ની અવનીતી ના કારણે પ્રદુષણ નો ભોગ બની રહ્યું છે ત્યારે આ પરિયાવરણ ની શુદ્ધિ માટે યજ્ઞ કાર્ય ને ટોચ અગ્રતા આપી છે આ પર્યાવરણ ના રક્ષણ અને સવર્ધન ના ઉમદા હેતુ સર આ વૈદિક યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે પોરબંદર ના સુભાષ નગર વણાંક બારા વિસ્તાર મા આવેલ આનંદ હોલ ખાતે શ્રી જયેન્દ્ર ભાઈ ધનજીભાઈ ચામુંડીયા, શ્રી મતિ અસ્મિતા બેન, શ્રી જયેશભાઇ છગનભાઇ ચારણીયા, શ્રી સુમિત્રા બેન શ્રી રવજી ભાઈ કરસન ભાઈ લોઢારી શ્રી મતિ દ મ ય નતી બેન, શ્રી કમલેશભાઈ છગનભાઇ સોલન્કી શ્રી મતિ ભૂમિકા બેન શ્રી ગુલાબ ભાઈ જુગલ દાસ સિકોતરીયા શ્રી મતિ જ્યોત્સના બેન વૈ દિક યજ્ઞ ના યજમાન પદે આયોજન થયું છે જેમાં શાસ્ત્રી નીતિન કુમાર તથા ઋષિકુમારો મંત્રોચ્ચાર સાથી પર્યાવરણ ની રક્ષા માટે આહવાન કરશે ઉલ્લેખ નીય છે કે માનવી ને સ્વ્ સ્થ્ય જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાક ની જરૂર છે આજે આજે આ વિશાલ ધરતી પર કુદરતે આપેલા હવા પાણી અને જમીન માણસે જાતેજ પોતાની જરૂરિયાતો સંતોસ વા માટે પર્યાવરણ ની ઘોર ખોદી છે હવા નું પ્રદુષણ ખુબ વધ્યું છે રીફાઈનરીઓ ઉદ્યોગો અને વાહનો ના કારણે ધુમાડા થી હવા નું પ્રદુષણ ઘંભીર બન્યું છે પૃથ્વી પરના નદી નાળા તળવો સાગર વગેરે ને માણસ જાતે ગંદા કર્યા છે આજે ગ્લોબલ હોર્મિંગ, ધરતી કંપ, અનિયમિત વરસાદ અલનીનો ના પ્રભાવ થી વિકર્મી ગરમી પૂર આવૃષ્ટિ જેવા કુદરતી અને માનવ સર્જિત આપતિઓ ના ભયકંર પરિણામો ભોગવી રહ્યો છે કુદરતી સંપતી એવી હવા પાણી જમીન જેવી અમૂલ્ય કિંમતી વસ્તુ ને સાચવવી જરૂરી છે આ થી પર્યાવરણ ની શુદ્ધિ માટે આ આર્ય સમાજ દ્વવારા વૈ દિક યગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવા માં આવેલ છે આ તકે વણાંક બારા ના વેણોટ
ધનજીભાઈ ચામડીયા ઉપ પ્રમુખ, વેલજી ભાઈ દેવાભાઇ રાઠોડ નુ આર્ય સમાજ ના ,રવિ ભાઈ સિંધલ, ગગનભાઈ કુહાડા ના હસ્તે ઉસ્મા વસ્ત્ર સાથે પુષ્પ
ગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવા મા આવેલ હતાં આર્ય સમાજના પ્રમુખ ધનજી ભાઈ આર્ય અને મંત્રી કાંતિ ભાઈ જુંગી વાલા ના માર્ગદર્શન હેઠળ આર્ય સમાજના હોદેદારો સર્વ સુરેશભાઈ જુંગી દિલીપ ભાઈ જુંગી, હારનારાયણ સિંહ, નાથાલાલ લોઢારી ગગન ભાઈ કુહાડા આર્ય સમાજ મહિલા મંડળ, આર્ય યુવા દળ, સહીત આર્ય સમાજના ભાઈ બહેનો સારી જહેમત ઉઠાવી રહ્યા છે