કુછડીગામ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં આગામી વિધાનસભા ચુંટણી શાંતી પુર્ણ રહે તે ફુટ પેટ્રોલીંગ તથા ફલેગ માર્ચ યોજાઈ
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ માહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા ની સુચના થી પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણી-૨૦૨૨ અનુસંધાને પોરબંદર જીલ્લામાં આચાર સંહીતા અમલમાં હોય જેથી લોકોને આગામી વિધાનસભા ચુંટણી દરમ્યાન મતદાન અંગે જાગૃત કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેકટર એસ.એસ.ગામેતી તથા પોલીસ સ્ટાફ તથા પેરામિલ્ટ્રી ફોર્સ સાથે હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુભાષનગર, જાવર, કુછડીગામ વિગેરે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને આગામી વિધાનસભા ચુંટણી શાંતી પુર્ણ રહે તેવા હેતુથી આજરોજ ફુટ પેટ્રોલીંગ તથા ફલેગ માર્ચ કરી કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે લોકોને સમજ કરી ચુંટણી દરમ્યાન શાંતી જાળવવા અપીલ કરવામાં આવેલ. તેમજ આચાર સંહિતાનું ચુસ્તપાલન કરવા અપીલ કરવામાં આવેલ છે.