પોરબંદર રેડક્રોસ દ્વારા ડેન્ટલ કેમ્પ યોજાયો
અક્ષર ડેન્ટલ કેરના સહયોગથી આયોજન સંપન્ન
પોરબંદર રેડક્રોસ દ્વારા વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ સતત ધમધમી રહી છે. નવનિયુક્ત ચેરમેન લાખણશી ગોરાણીયાના માર્ગદર્શન હેઠળ હેલ્થ સમિતિ દ્વારા અક્ષર ડેન્ટલ કેરના સહયોગથી વિના મૂલ્યે દાંતના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં દાંતનું નિદાન, ડેન્ટલ એક્સ-રે, હલતા દાંત પાડવા, દાંતની નીકળેલી કેપ ફરી ચોંટાડી આપી વગેરે સારવાર ઉપરાંત જરૂરી દવાઓ પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી.
આ કેમ્પમાં અક્ષર ડેન્ટલ કેરના ડો. મિત બાપોદરા અને ડો. રચના થાનકીએ સેવાઓ આપી હતી. ડેન્ટલ કેમ્પને સફળ બનાવવા પોરબંદર રેડક્રોસના સેક્રેટરી અને રાજ્ય મેનેજિંગ કમિટીના સભ્ય અકબરભાઈ સોરઠીયા, ખજાનચી ચંદ્રેશભાઈ કિશોર, ત્રિલોકભાઈ ઠાકર, જયેશભાઇ લોઢિયા હિતાબેન ચોલેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.