ભારત વિકાસ પરિષદ પોરબંદરની સામાન્ય સભા યોજાઈ

ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના અધ્યક્ષ પ્રફુલ્લભાઇ ગોસ્વામી..ઝોનલ જોઇન્ટ સેક્રેટરી વિનોદભાઇ લાઠીયા..પ્રાંતના સંગઠન મંત્રી કરશનભાઇ મેતા..અને ઝોનલ સેક્રેટરી સેવા ના જયસુરભાઇ પોરબંદર શાખા ની અધિકારિક મુલાકાતે પધારેલા..
ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય કક્ષાનું સેવા અને સંસ્કાર ના પ્રચાર અને પ્રસાર કરતુ સંગઠન છે જે સંપર્ક..સહયોગ..સંસ્કાર..સેવા..અને સમપઁણ..ના પંચ સુત્રો સાથે દેશ મા 1500 જેટલી શાખાઓ સાથે કાયઁરત છે..
ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાય અને વિભિન્ન ક્ષેત્રમાં કામ કરતા શ્રેષ્ઠતમ લોકો નું બીન રાજકીય નિસ્વાર્થ ભાવથી કાયઁ કરતું સંગઠન છે..
1963 થી દિલ્હી મા સ્થપાયેલ આજે 75000 પરિવારો અને 79 પ્રાંત મા કાયઁ કરી રહેલ છે..
દેશ ના પ્રબુદ્ધ નાગરીકો સાધન સંપન્ન પાસેથી લોકો પાસેથી સેવા ઓ મેળવી જરુરીયાત મંદ લોકો સુધી પહોંચાડવા નું કાયઁ કરી રહેલ છે..
આ સંગઠન મા કાશ્મીર ના પૂર્વ ગવર્નર જગમોહનજી..ન્યાય મૂર્તિ એસ.પવઁતરાય ..ડી.આર. ધાનુકા..ચંડીગઢ ના પૂર્વ રાજ્યપાલ વિષ્ણુ સદાશિવ કોકજેજી જેવા ગણ માન્ય મહાનુભાવો ભારત વિકાસ પરિષદ સાથે જોડાયેલા છે..
સમારંભ મા દિપ પ્રાગટીકરણ કરી વંદે માતરમ ના સમૂહ ગાન થઈ શુભારંભ થયેલ જયારે મહેમાન શ્રી ઓ નુ શબ્દો થી અને ભારત વિકાસ પરિષદ ના ઉષ્મા વસ્ત્ર થી સ્વાગત શાખા પ્રમુખ રામેશ્વરલાલ કૂમાવત ( પ્રિન્સિપાલ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર) દવારા કરેલ તેઓએ તેમના વકતવયમા શાખા ની સેવા પ્રવૃતિઓ ની જાણ કારી આપેલ..જ્યારે શાખા ની આગામી થનાર કાયઁક્રમો ની માહીતી શાખા સચિવ નિલેષભાઇ રુધાણીએ આપેલ .
આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના અધ્યક્ષ શ્રી પ્રફુલ્લભાઇ ગોસ્વામી તથા ઝોનલ જોઇન્ટ સેક્રેટરી વિનોદભાઇ લાઠીયા એ રાષ્ટ્રીય પ્રવૃતિઓ ની માહીતી આપી દેશ સેવા મા ભારત વિકાસ પરિષદ નું શું શું યોગદાન આપી શકાય તે માટે માગઁદશઁન આપેલ ..
સમગ્ર કાયઁક્રમ નું સંચાલન અને માગઁદશઁન સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના કોષાધ્યક્ષ અને પૂર્વ શાખા અધ્યક્ષ કમલેશભાઇ ખોખરી એ કરેલ
સમૂહ રાષ્ટ્ર ગાન બાદ કાયઁક્રમ ની પૂર્ણાહુતિ કરવામા આવેલ..
.
