પોરબંદરમાં સેવાકીય ક્ષેત્રે ડિવાઇન સેવા ગ્રુપ નો શુભારંભ
સત્ય અહિંસા ના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તથા કૃષ્ણ સખા સુદામા ની કર્મભૂમિ પોરબંદરમાં અનેક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે જેમાં વધુ એક સંસ્થા ડિવાઇન સેવા ગ્રુપ નો શુભારંભ થયો છે પોરબંદરના સેવાભાવી લોકો દ્વારા આ સંસ્થાનો તારીખ 1 ડિસેમ્બર થી શુભારંભ થયો છે
પોરબંદરમાં શરૂ થયેલ ડિવાઇન સેવા ગ્રુપના સ્થાપક મહેન્દ્રભાઈ બોરીસાગરે જણાવ્યું હતું કે ડિવાઇન સેવા ગ્રુપ સેવા યજ્ઞમાં તમામ પ્રકારની સેવાઓ કરશે જેમાં દિવ્યાંગ વિકલાંગ માટે ભોજન તેમજ સાધન સહાય મેડિકલ ક્ષેત્રે એક્યુપ્રેશર રક્તદાન હિમોગ્લોબિન કેમ્પ સહિતના વિવિધ કેમ્પોનું આયોજન જરૂરિયાતમંદ લોકો માટે ભોજન વસ્ત્ર દવા અન્ય સહાય તથા કલાક ક્ષેત્રે ગીત સંગીત અને વિવિધ કલાઓનું સંવર્ધન કરતી સંસ્થાઓનો સહયોગ સાથે કાર્યક્રમનું આયોજન તથા મહિલાઓ માટે મેટરનીટી હોમ સેવા પોષણયુક્ત આહાર સહાય આ ઉપરાંત ધાર્મિક ક્ષેત્રે ભારતીય સંસ્કૃતિ સિંચન હેતુ વૈદિક કાર્ય યજ્ઞ સત્સંગ ભજન કીર્તન તેમજ ધાર્મિક સંસ્થાઓને સંપૂર્ણ સહયોગ સાથેના કાર્યક્રમ તથા શિક્ષણ ક્ષેત્રમાં જરૂરિયાતમંદ બાળકો માટે પુસ્તકો તેમજ અન્ય સ્ટેશનરીની સહાય કરશે તથા નિજાનંદ ક્ષેત્રે ગીત સંગીત પ્રવાસ તથા સકારાત્મક દિવ્ય ઉર્જા વૃદ્ધિ હેતુ મેડીટેશન શિબિરનું પણ આયોજન કરાશે તથા પશુ પ્રેમ અંતર્ગત ગાયને ઘાસચારો તેમજ મુખ પશુઓ પક્ષીઓ માટે મેડિકલ સેવા તથા રાષ્ટ્રહિતની ભાવના લોકોમાં જાગૃત કરવા હેતુથી રાષ્ટ્રીય ક્ષેત્રે પણ રાષ્ટ્રહિતના ઉપયોગી કાર્યો આ સંસ્થા દ્વારા કરવામાં આવશે અને ખાસ પ્રકૃતિ પ્રેમ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ પ્રકૃતિનું જતન તથા સ્વચ્છતા અંતર્ગત સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યો આ સંસ્થા દ્વારા આગામી સમયમાં કાર્યરત રહેશે હાલ આ સંસ્થામા 24 જેટલા સભ્યો જોડાયા છે જેમાં સ્થાપક મહેન્દ્રભાઈ બોરીસાગર તથા ઉપેન્દ્રભાઈ મહેતા કેયુરભાઈ થાનકી મિતેશભાઈ ચાંગેલા દીપકભાઈ ગોહિલ ધર્મેશભાઈ ધોળકિયા હરીશભાઈ થાનકી. હિતેશ દેત્રોજા પરેશભાઈ દવે પરિવાર સહિતના કાર્યકરો જોડાયા છે આ લોકકલ્યાણના કાર્યમાં સૌનું સહકાર આવકાર્ય છે પોરબંદરના પ્રબુદ્ધ નાગરિકો પણ આ સંસ્થામાં જોડાઈ જન કલ્યાણ નું કાર્ય દીપાવી શકે છે સમ્પર્ક 9825426738