પોરબંદરમાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરાઈ
તારીખ ત્રણ ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન ની ઉજવણીના ભાગરૂપે ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર ના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ તથા પોરબંદર જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનો ને ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણીમાં નિવેદન પાઠવવામાં આવતા ઉદ્યોગ સાહસિક સન્માન સમારોહ અને દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા તૈયાર કરેલ વસ્તુઓના વેચાણ કામ પ્રદર્શન સ્ટોલમાં પોરબંદર જિલ્લાના આઠ જેટલા જુદા જુદા સ્ટોલમાં દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનું ઉત્પાદન કરેલ વસ્તુનું વેચાણ કરેલું અને સમગ્ર ગુજરાત રાજ્ય ના અનેક જિલ્લાઓમાં વસ્તુઓ ના ઓર્ડર મેળવી ખૂબ પ્રશંસા પ્રાપ્ત કરી છે
આ કાર્યક્રમમાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદરના પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ઉત્પાદિત થયેલા પગલુછણીયા પાણીના ગુંજા લાકડાના પાટલા ઓફિસ પેપર પેડ જેવા અનેક ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવેલ અને અમદાવાદની જનતાએ આ વસ્તુઓની પ્રશંસા કરી અંધજનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો સપોર્ટ આપવા માટે પણ ઉદાર દિલ સાથે મદદ કરી હતી
ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા અમદાવાદ દ્વારા દિવ્યાંગ સશક્તિકરણ માટેની માન્યતા આપેલ હોય ગુજરાત રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ વધુમાં વધુ સ્વરોજગાર તરફ વડે અને તે પ્રકારની તાલીમમાં આપવાના કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં ચલાવવાની કામગીરી સોંપવામાં આવેલ છે ત્યારે ભારતીય પ્રજ્ઞા ગુરુકુળ પોરબંદર દ્વારા 1000 દિવ્યાંગ ભાઈઓ બહેનોને આવી સ્વરોજગારની તાલીમ પણ આપવામાં આવે છે અને કુશળ ઉદ્યોગસાહસિક બનાવવાની સાથે કાર્યરત છે આમ ખરા અર્થમાં પોરબંદર જિલ્લા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ બહેનોને વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી હતી