પોરબંદર ના બળેજ રાતડી અને માધવપુર માં ખાણખનિજ વિભાગના દરોડા
પોરબંદર જિલ્લા કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી અનઅધિકૃત ખનીજ ખનન/ વહન/ સંગ્રહ અન્વયે તપાસ હાથ ધરી કુલ 56 લાખ રૂપિયા ની અંદાજિત કિંમતનો મુદ્દામાલ સીઝ કરી જવાબદાર વિરુદ્ધ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરેલ.
- તારીખ 24/12/2024 ના રોજ પ્રાંત અધિકારી પોરબંદર ટીમ તથા ખનીજ વિભાગ ટીમ પોરબંદર દ્વારા પોરબંદર તાલુકાના મોજે.પાતા ગામે આકસ્મિક તપાસણી દરમ્યાન બે ચકરડી મશીન અને એક ટ્રેકટર દ્વારા બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું ખનન કરતા પકડી પાડી અટકાયત/ સીઝ કરી અંદાજી ત્રણ લાખ રૂપિયા ના મુદ્દામાલ ખનીજ ખનન સબબ નવિબંદર પોલીસ સ્ટેશન ખાતે અટકાયેલ કરવામાં આવેલ.
- તારીખ 25/12/2024
ખનીજ વિભાગ ના અધિકારી મિતેશભાઇ મોદી નાઓની અધ્યક્ષતામાં નિલેશ ભાઈ ગોહિલ , કાનાભાઈ સોલંકી, કેવિન ભાઈ ઉનડકટ, મેરામણ ભાઈ ગોજીયા અને સિક્યુરિટી ટીમ દ્વારા પોરબંદર તાલુકામાં રોડ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં રોયલ્ટી પાસ વગર વહન કરતા ટ્રકોની અટકાયત કરવામાં આવેલ. જેની વિગતો
- બળેજ ગામ ખાતે માલિક કાળાભાઈ ખીમાભાઈના ટ્રક નં.GJ-25-U-6504 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ નું 13 મે. ટન વહન કરતા સીઝ કરી નવીબંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ. ખનીજ સાથે મુદ્દામાલની કિંમત 15 લાખ
- બળેજ ગામ ખાતે માલિક લીલાભાઇ રાજાભાઈ પરમારના ટ્રક નં.GJ-09-Z-2181માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ નું 2 મે. ટન વહન કરતા સીઝ કરી નવીબંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ. મુદ્દામાલની ખનિજ સાથે અંદાજિત કિંમત – 5 લાખ
- માધવપુર ગામ ખાતે માલિક અજીતભાઈ લખુભાઈ પરમારના ટ્રક નં.GJ-31-T-4293 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ નું 13 મે. ટન વહન કરતા સીઝ કરી નવીબંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ મુદ્દામાલ ની અંદાજિત કિંમત – 8 લાખ
- ઓડદર ગામ ખાતે માલીક ભરતભાઈ હાજાભાઈ ઓડેદરાના ટ્રક નં.GJ-13-AW-6763 માં લાઈમસ્ટોન ખનિજ નું 22 મે. ટન વહન કરતા સીઝ કરી કલેકટર કચેરી ખાતે રાખવામાં આવેલ. મુદ્દામાલની ખનિજ સાથે અંદાજિત કિંમત -15 લાખ
- રાતડી ગામ ખાતે માલિક રાજુભાઈ કેશાવાલાના ટ્રક નં.GJ-03-AT-2880 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ નું 16 મે. ટન વહન કરતા સીઝ કરી કલેકટર કચેરી ખાતે રાખવામાં આવેલ. મુદ્દામાલની ખનિજ સાથે અંદાજિત કિંમત – 5 લાખ
- રાતડી ગામ ખાતે માલિક દિલીપભાઈ જીવાભાઈ કૂછડિયા ના ટ્રક નં.GJ-07-TT-6288 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ નું 14 મે. ટન વહન કરતા સીઝ કરી કલેકટર કચેરી ખાતે રાખવામાં આવેલ આમ કુલ મળીને મુદ્દામાલ ખનીજ સાથે અંદાજીત રકમ – 5 લાખ
Please follow and like us:
CATEGORIES Porbandar