પોરબંદર માં વી. જે. મદ્રેસા ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એ લીધી પોલીસ સ્ટેશન ની મુલાકાત
કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ની કામગીરી અંગે મેળવી વિવિધ માહિતી
વી. જે. મદ્રેસા ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એ પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી.
વી.જે. મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા ના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની અને ગર્લ્સ સ્કુલ ના પ્રિન્સિપલ પૂજાબેન સોનેજી અને સ્ટાફ દ્વારા ધો. 7 થી 12 ના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ ને કીર્તિમંદિર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપર ના પોલીસ જવાનો વિજયભાઈ વાઘાણી અને વિક્રમસિંહ બાપુ સહીત ના જવાનો એ પોલીસ ના વિવિધ કામો અંગે માહિતી આપી હતી. છાત્રો એ પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરીની સાથે હથિયારની જાણકારી મેળવી હતી. પોલીસ સ્ટેશન અને હથિયારની માહિતીથી છાત્રો રોમાંચિત થયા હતા. વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગોથી પરિચિત કરાવ્યા હતાં. જેમાં લોકઅપ, હથકડી, એલઆઇબી (લોકલ ઇન્વેસ્ટીગેશન બ્રાંચ), ડી સ્ટાફ, એમઓએમ (મોસ્ટ ઓપરેન્ડીસ બ્યુરો) હથિયાર રૂમ, કમ્પ્યુટર લેબ, એફઆરઆઇ વગેરેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ મુલાકાત માં વી.જે. મદ્રેસા ના સ્ટુડન્ટ પોલીસ કેડેટ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ એ પણ જોડાયા હતા.