જૈનોના 24માં તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી
રાજ્ય સહિત સમગ્ર દેશમાં જૈનોના 24માં તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.પ્રભુ મહાવીર દ્વારા અપાયેલા અહિંસા, અપરિગ્રહ અને આત્મ સંયમ જેવા જીવન મૂલ્યો સમાજને પ્રેરણા આપે છે. કોરોના મહામારીથી મુક્તિ મળે તેમાટે સવિશેષ પ્રાર્થના અને નવકાર મંત્રના જાપ થઈ રહ્યા છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓ, ખાસકરીને જૈન સમુદાયને મહાવીર જન્મ કલ્યાણક પર્વની શુભકામનાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું છે કેભગવાન મહાવીરનું જીવન આપણને શાંતિ અને આત્મ સંયમ શીખવે છે. વડોદરાના 8 જૈન સંઘોમાં 9 દિવસ સુધી બ્લડ ડોનેશન અને રસીકરણ કેમ્પનું આયોજન કરાયું છે.
Please follow and like us:
CATEGORIES Porbandar