પોરબંદરમાં કોરોના આવે તે પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી

કોરોના સામે લડવા માટેની તૈયારી અંગેનું રીયસલ કરાયું કોરોના સામે લડવા માટે સરકાર અને તંત્ર સજજ બન્યુ છે. કોરોના આક્રમણ કરે તો તેમની સામે તૈયારી અંગેની એક મોકડ્રીલ આજે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં યોજવામાં આવી હતી. કોરોનાના બે દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમની સારવારને લઈને મોકીલ પોજાઈ હતી. આ ઉપરાંત ઓકિસજન ટેન્કની પણ ચકાસણી કરવામાં આવી હતી.

કારોનાને બીજી અને ત્રીજી લહેરમાં જે મુશ્કેલીઓ સામે આવી હતી. તેનુ પુનરાવતંન ન થાય તે માટે સરકાર રાજજગ બની છે. કોરોનાના ભણકારા કરી વાગવા લાગ્યા છે. ચારે ય સરકાર દ્વારા આગમ સીના પગલા લેવામાં આવી રહ્યા છે. આજે પોરબંદર સહિત મોટા ભાગની સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં કેવી હતી. જેના ભાગરુપે પોરબંદરની માસિંહજી હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું. કોરોનાના બે દર્દીઓને અલગ-અલગ સ્થિતિમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતાં. આ દર્દીઓને તાત્કાલી પ્રાથમીક સારવારથી હઇ અને વેન્ટીલેટર સુધીની સારવાર અંગેની મોકડ્રીલ સફળતા પૂર્વક યોજાઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં આવેલી ઓકિસજનની ટેન્કઅને બેડ સુધી ઓકિસજન પહોંચાડવા સુધીની વ્યવસ્થાનું નીરક્ષણ કરવામાં આવ્યુ હતુ તેમજ જરૂરી દવાઓની ઉપલબ્ધી માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભસિહજી સરકારી હોસ્પિટલના ઈન્ચાજ સીવીલ રાજન અમીબેન જોશી, જિલ્લા આરોગ્ય અધિકારી એસ.એમ. દેવ અને અધિકજિલ્લા આરોગ્યા અધિકારી બી.વી. કરમટા, જિલ્લા પુરવઠા અધિકારી હિરલ દેસાઈ, કોંગ્રેસના આગેવાન લાખણશી માઈ ગોરાણીયા, પૂર્વ ખાર એમ.ઓ ડો. ભરત ગઢવી તેમજ આરોગ્ય સરકારી હસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને સંભવીત કોરોનાની પરીસ્થિતિ સામે લડવા માટે ચર્ચાઓ કરી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!